ડિજિટલ મીડિયાએ દુનિયાને પાછલા કેટલાંક વર્ષોમાં એટલી હદ સુધી પ્રભાવિત કરી છે કે આ પ્લેટફોર્મ્સ પર લોકપ્રિય લોકો ટ્રેડિશનલ કરિયરથી અધધ કમાણી કરવા લાગ્યા છે. ખાસ વાત તો એ છે કે આ પ્લેટફોર્મ્સ પર કમાણીના મામલે ઉંમરની પણ કોઇ સીમા નથી. તેનુ તાજેતરનું ઉદાહરણ છે જ્યાં વર્ષ 2020માં સૌથી વધુ કમાણી એક એવા ટેણિયાએ કરી છે જેની ઉંમર હજુ 10 વર્ષની પણ નથી.

અમેરિકાના ટેક્સાસમાં રહેતા 9 વર્ષનો રાયન કાજી YouTube પર રમકડા અને ગેમ્સને અનબૉક્સ કરે છે અને તેને રિવ્યૂ કરે છે. તે વર્ષ 2020માં ફક્ત YouTubeથી 29.5 મિલિયન ડોલર્સ એટલે કે આશરે 221 કરોડની કમાણી કરી ચુક્યો છે. આ ઉપરાંત વર્લ્ડ બ્રાન્ડેડ ટૉય એન્ડ ક્લોથિંગ દ્વારા પણ આ ટેણિયાએ 200 મિલિયન ડોલર્સની કમાણી કરી છે.

રાયને તાજેતરમાં જ નિકેલોડિયન સાથે પોતાની ટીવી સીરીઝની ડીલ પણ સાઇન કરી છે. કાજીનો સૌથી લોકપ્રિય વીડિયો હ્યૂજ એગ્સ સરપ્રાઇઝ ટૉય ચેલેન્જના 2 બિલિયનથી પણ વધૂ વ્યૂઝ છે. આ વીડિયો YouTubeના ઇતિહાસના 60 સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં સામેલ છે.

youtube

રાયને વર્ષ 2015માં વીડિયો બનાવવાનું શરૂ કર્યુ હતું. તેને આ આઇડિયા ત્યારે આવ્યો હતો જ્યારે તેણે રમકડાના રિવ્યુના વીડિયો જોવાના શરૂ કર્યા હતા. રાયનની વીડિયો રિવ્યુની રીત લોકોને ખૂબ જ પસદ આવવા લાગી અને તેની ફેન ફોલોઇંગ વધવા લાગી. રાયનની લોકપ્રિયતા ત્રણ જ વર્ષમાં ખૂબ જ વધી ગઇ અને તે વર્ષ 2018 અને 2019માં પણ YouTube પર સૌથી વધુ કમાણી કરનાર YouTuber હતો.

રાયનની લોકપ્રિયતા જોતા અનેક ટૉય્ઝ બ્રાન્ડ તેની પાસે આવે છે અને રાયન લેટેસ્ટ ટૉય્ઝને અનબૉસ કરે છે અને તેનો રિવ્યૂ આપે છે. સાથે જ YouTube પર કરોડો લોકો તેના આ વીડિયોઝ જુએ છે. રાયન છેલ્લા પાંચ વર્ષોમાં પોતાને એક સફળ બ્રાન્ડ બનાવવામાં સફળ રહ્યો છે. વર્ષ 2020ની ફોર્બ્સ લિસ્ટ ઑફ YouTube સ્ટાર્સમાં બીજા નંબરે 22 વર્ષનો જિમી ડોનાલ્ડસન છે. જે મિસ્ટર બીસ્ટના નામે જાણીતો છે જેણે આશરે 24 મિલિયનની કમાણી કરી છે અને તે પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થવામાં સફળ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here