બ્રિટન (Britain)માં ફેલાતા કોરોના વાયરસ (Corona Virus)ના નવા સ્ટ્રેનનો ભય વધી રહ્યો છે. કેનેડા (Canada), ફ્રાંસ (France), જર્મની (Germany), ઇટાલી (Italy), નેધરલેન્ડ (Netherland), બેલ્જિયમ (Belgium), ઑસ્ટ્રિયા (Austria), આયરલેન્ડ (Ireland), ચિલી (Chilli) અને બલ્ગેરિયા (Belgeria) પછી હવે સાઉદી અરેબીયા (Saudi Arabia)એ કડક પગલું ભર્યું છે. સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે નવા પ્રકારનાં કોરોનાના સ્ટ્રેન સામે આવતા અને તેના ઝડપથી વધી રહેલા કેસોના પગલે તેણે પોતાની તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સ સર્વિસીસને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે.

સાઉદી અરબના ગૃહમંત્રાલયે કહ્યું હતું કે ‘વાયરસની પ્રકૃતિ વિશેની તબીબી માહિતી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ એક અઠવાડિયા સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકયો છે જેને આગળ વધુ લંબાવી શકાય છે.’ તેમણે કહ્યું કે દેશના જમીન અને દરિયાઈ બંદરો પણ બંધ રહેશે. છેલ્લા ત્રણ મહિનામાં યુરોપિયન દેશોમાંથી પરત ફર્યા હોય તેવા બધાને સરકારે તાત્કાલિક કોવિડ-19 તપાસ માટે ફરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે સસ્પેન્સનથી દેશની કાર્ગો ફ્લાઇટસ અને સપ્લાય ચેઇનને કોઇ અસર થશે નહીં.

કેનેડાએ બ્રિટનની એરલાઇન પર પ્રતિબંધ મૂકી દીધો

દરમિયાન કેનેડાએ દક્ષિણ ઇંગ્લેંડમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના પગલે બ્રિટનથી મુસાફરોની ફ્લાઇટ્સનું સંચાલન બંધ કરી દીધું છે. આ ઘટનાક્રમ અંગે જાગૃત એક અધિકારીએ નામ ન આપવાની શરતે તેની પુષ્ટિ કરી. ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ અને બલ્ગેરિયા એ પહેલેથી જ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના વાયરસના નવા સ્વરૂપના ઝડપથી ફેલાવાને પગલે દક્ષિણ ઇંગ્લેન્ડના બજારો બંધ કરવાની અને નાતાલ પૂર્વે સમૂહમાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જ્હોન્સને તાત્કાલિક અસરથી કેટેગરી-4 ના કડક પ્રતિબંધો લાગુ કર્યા, એમ કહેતા કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન દેખાયો, જે અગાઉના વાયરસ કરતા 70 ટકા વધુ ઝડપથી ફેલાય છે અને લંડન તેમજ દક્ષિણ ઇંગ્લેન્ડમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે. જો કે, બ્રિટિશના વડાપ્રધાને કહ્યું હતું કે નવા પ્રકારનો વાયરસ વધુ જીવલેણ છે અને રસી ઓછી અસરકારક રહેશે તે સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here