અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ડીસીપી ઝોન-5 એ સસ્પેન્ડ કર્યા છે. રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યોરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. માસ્ક કેમ નથી પહેર્યુ, તેમ કહીને ઢોર માર માર્યો છે. આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં દેખાતા પોલીસકર્મી ભરતભાઈ ભરવાડ હતા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ વીડિયો બાદ DCP ઝોન-5 શિસ્ત વિરુદ્ધનું વર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here