અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત છે..ત્યારે અમદાવાદમાં પોલીસ કમિશનરની યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ બાદ પોલીસ કામગીરીમાં મોટુ પરિવર્તન જોવા મળ્યુ છે. કરફ્યૂ ભંગની 50થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે..જ્યારે જાહેરનામાં ભંગના પણ 50થી વધુ ગુના નોંધાયા છે..આ સિવાય સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમ ભંગની પણ અનેક ફરિયાદો નોંધાઈ છે. શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ ગુના નોંધાયા છે.