બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન મામલામાં અભિનેતા અર્જુન રામપાલે (Arjun Rampal) સોમવારે 21 ડિસેમ્બરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયો છે. તે 10થી 11 વાગ્યાની વચ્ચે એનસીબી (NCB) ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેનાથી ડ્રગ્સ કનેક્શન મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા અર્જુન રામપાલ (Arjun Rampla)ને 16 ડિસેમ્બરે એનસીબી ઓફિસ બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે તે પૂછપરછ માટે હાજર નહોતો રહી શક્યો. એનસીબી (NCB) દ્વારા સમન્સ મોકલવામાં આવતા અર્જુન રામપાલ (Arju Rampal) ફરીથી હાજર થવા માટે 22 ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પર્સનલ કારણના પગલે તે 16 ડિસેમ્બરે હાજર રહી શક્યો ન હતો. એનસીબી(NCB) દ્વારા જ્યારે પહેલી વખત બોલાવવામાં આવ્યો ત્યારે અભિનેતાનું નિવેદન વિરોધાભાસ હતું. જેના કારણે તેની એનસીબી (NCB) દ્વારા ફરીથી પૂછપરછ કરવામા આવી રહી છે.
જણાવી દઈએ કે ડ્રગ્સ મામલામાં સૌથી પહેલા અર્જુન રામપાલ (Arjun Rampal)ની લિવ ઈન પાર્ટનર ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સના ભાઈ એનસીબીના હાથ ઝડપાયો હતો. તેના પછી અર્જુન રામપાલના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જેને પછી બંનેને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અર્જુનની લિવ ઈન પાર્ટનર ગૈબ્રિએલાના ભાઈની પાસેથી હશિશ અને એલ્પ્રાઝોલમની ટેબલેટ મળી આવી હતી. ગૈબ્રિએલાના ભાઈનું કનેક્શન ઓમેગા ગોડવિન નામના વ્યક્તિ સાથે પણ જણાવવામાં આવી રહ્યું છે. જે મુંબઈમાં કોકીન સપ્લાઈ કરવાના ગુનામાં ઝડપાયો છે. સમન્સ પાઠવ્યા પછી એનસીબીએ ગૈબ્રિએલા ડેમેટ્રિયડ્સની અંદાજીત 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. ફરી 12 નવેમ્બરે અર્જુન રામપાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. અર્જુન રામપાલ એનસીબી ઓફિસમાં હાજર થયો હતો. પરંતુ એનસીબીના અધિકારી તેમના જવાબથી સંતુષ્ટ ન હતા. જેના પગલે તેને ડ્રગ્સ કનેક્શનમાં વધુ પૂછપરછ માટ ફરીથી બોલાવવામાં આવ્યો છે.