ગૂગલ પે દ્વારા તાજેતરમાં જ યૂઝર્સ માટે એક નવી પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી છે. જ્યાં ગૂગલ પે લોકોને ભારતભરના વિવિધ શહેરોમાં વર્ચ્યુઅલ રીતે મુસાફ્રી કરીને સંખ્યાબંધ પુરસ્કારો મેળવવાની તક આપી રહ્યું છે. પ્રમોશનલ અભિયાનને ગો ભારત નામ અપાયું છે. તેમાં યૂઝર્સને રેર ટિકિટ શોધવાનો ટાસ્ક અપાય છે.

ચોક્કસ ટાસ્ક પૂર્ણ કર્યા પછી જ રૂ. ૧૦ થી રૂ. ૫૦૧ સુધીના કેશબેક અને સ્ક્રેચ કાર્ડ્ રૂપે રિવોર્ડસ અપાય છે. અમુક શહેરોની વર્ચ્યુઅલ મુલાકાત સાથે યૂઝર્સને વિવિધ વેપારીઓ પાસેથી મફ્ત વાઉચરો પણ મળે છે. જોકે, શોધમાં યૂઝર્સને સંખ્યાબંધ દુર્લભ ૩૦ શહેરની રેર ટિકિટો મેળવવાની પણ જરૂર હોય છે. જે મેળવવાનું કાર્ય થોડુંક મુશ્કેલ અને જટિલ છે.

જોકે, જુદા જુદા રિચાર્જ, બિલ પેમેન્ટ થકી યૂઝર્સ રેર ટીકીટ મેળવી શકે છે. એટલું જ નહીં મિત્રો પાસેથી વધારી ટિકિટ ભેટ તરીકે પણ મેળવી શકાય છે. જેની સામે ભેટ આપનાર મિત્રોને પણ ભેટ સ્વરૂપે ગૂગલ પે દ્વારા ટિકિટ આપવામાં આવે છે. શહેરોની મુલાકાત માટે જરૂરી કિલોમીટર પણ રોજ બરોજ આપવામાં આવે છે. જેનો ઉપયોગ  યૂઝર્સ શહેરની મુલાકાત માટે કરી શકતા હોય છે.

રેર ટિકિટ અને સ્ક્રેચ કાર્ડ્ કેવી રીતે મેળવી શકાય ? 

રેર ટિકિટ મેળવવા માટે ગૂગલ પેમાં અલગ અલગ સાત પ્રકારના રસ્તા અપાયા છે. જેમાં ખાસ કરીને યૂઝર દ્વારા ગૂગલ પેનો ઉપયોગ કરીને ચુકવણી કરતાં રેર ટિકિટ મળે છે. જેમકે કોઈ પણ પ્રકારની ખરીદી, યુટીલિટી બિલની ચુકવણી, સાથે જ મિત્રો અને સગા-સંબંધીઓને રેફ્રલ કોડ મોકલવા જેવી વિગતોનો સમાવેશ થાય છે. ગો ઇન્ડિયા ઓફ્રનો ફેટો અથવા નકશો શેર કરવો, કોઈપણ પ્રકારનું રિચાર્જ કરાવવું, વેપારીને ત્યાં પેમેન્ટ કરવું, DTH રિચાર્જ અને ઇલેકટ્રીસિટી બિલ ની ચુકવણી, સોનાની ખરીદી અને મેક માય ટ્રીપ પર કરવામાં આવતા પેમેન્ટ, પે ટુ ફ્રેન્ડ નો ઉપયોગ કરવાથી રેર ટિકિટ મળે છે.

હેકરો દ્વારા રેર ટિકિટનો ફાયદો લઇ યૂઝર્સને છેતરવામાં આવી રહ્યા છે 

હેકરો પણ રેર ટિકિટ પર ભરપૂર ફાયદો લઈ રહ્યા છે. કારણકે અમુક શહેરની રેર ટિકિટો સરળતાથી પ્રાપ્ત થતી નથી. જેમાં ગોવા, બસ્તર, વારાણસી, પૂરી, ગયા અને ગંગટોકનો સમાવેશ થયા છે. પરિણામે હેકરો સોશિયલ મીડિયા પ્લેટફેર્મ થકી આવી રેર ટિકિટો ઓફ્ર કરી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. એટલું જ નહીં ગૂગલ પે દ્વારા અપાતી ઇવેન્ટમાં પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબો આપવાને લઇને યૂઝર્સને છેતરવામાં આવી રહ્યા છે.

હેકર્સ દ્વારા અપાતા ક્યૂઆર કોર્ડથી સાચવો 

અમુક કિસ્સાઓમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે, રેર ટિકિટ મેળવવા માટે હેકરો દ્વારા રૂ. ૩૦થી ૫૦ના ક્યૂઆર કોડ મોકલાય છે. પરંતુ એ કોડ સ્કેન કરતાં એકાઉન્ટમાંથી રૂ. ૫૦૦૦ સુધી ડેબિટ થઈ જાય છે. જ્યારે બીજી એક અન્ય પ્રકારની મોડસ ઓપરેન્ડીમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે, રેર ટિકિટ મેળવવા માટે, તેમ જે પ્રશ્નોના જવાબ આપવા માટે ખાસ કરીને ટેલિગ્રામ ચેનલ ઉપર વીડિયો મુકવામાં આવે છે અને મૂવી લિંક પ્રસારિત કરાય છે. જે યૂઝરે ફ્રજિયાત પણે જોવાની અને ત્યારબાદ તેનો રિપોર્ટ ટેલિગ્રામ ગ્રૂપ પર કર્યા પછી જ ટિકિટ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here