ભરૂચના પાનોલી વિસ્તારમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેમાં પાનોલી વિસ્તારમાં વાંકસન્સ કંપનીમાં રીએક્ટરમાં ધડાકો થતા એક કામદારનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે કામદારના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો છે. પરિવારે કંપની સતાધીશો પાસે વળતરની માંગ કરી છે.

કામદારના મોત બાદ પરિવારે મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો

લાપરવાહીના કારણે મૃત્યુ થયું હોવાનું આક્ષેપ કરી પરિવારે વળતરની માંગ કરી છે. જ્યાં સુધી પરિવારજનોને વળતર કે તેની બાંહેધરી નહી મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. મામલો ગરમાતા હોસ્પિટલમાં પોલીસ બોલાવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here