સમગ્ર દેશમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરાનાના દર્દીમાં મ્યુકરમાયકોસિસ નામની જટિલ બિમારી જોવા મળી રહી છે.અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસના 44 કેસો નોંધાયા છે જેમાં નવ દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગે મ્યુકરમાયકોસિસ રોગને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેમ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને  જિલ્લા આરોગ્ય અધિકારીઓને મોકલાઇ છે.

કોરાનાના દર્દીમાં મ્યુકરમાયકોસિસ નામની જટિલ બિમારી જોવા મળી

જોકે, આરોગ્ય વિભાગે જ કબૂલ્યુ છેકે, કોરોના કરતાંય મ્યુકરમાઇકોસિસ ગંભીર બિમારી છે જેનો મૃત્યુદર 50 ટકા છે. ગુજરાતમાં મ્યુકરમાયકોસિસ નામના રોગે દેખા દીધી છે.રાજસ્થાન સરકારે આ મુદ્દે જાણકારી આપ્યા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક બની હતી. આ મુદ્દે તપાસ કરતાં જાણવા મળ્યું કે, અમદાવાદમાં ય મ્યુકરમાઇકોસિસના કેસો જોવા મળ્યાં હતાં. આવા કેસો નોંધાતાં આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યુ છે.

અમદાવાદમાંય મ્યુકરમાઇકોસિસના કેસો જોવા મળ્યાં

આરોગ્ય વિભાગના મતે, એક પ્રકારની ફુગને કારણે મ્યુકરમાયકોસિસ નામનો રોગ થાય છે.ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિને તેને ચેપ લાગવાની શક્યતા વધુ છે. ડાયાબિટીસ, કેન્સરના દર્દી ઉપરાંત કિડની -સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોય તેવી વ્યક્તિ આ રોગનો જલદી શિકાર બની શકે છે. સામાન્ય રીતે મ્યુકરમાયકોસિસના છુટાછવાયા કેસો જોવા મળે છે પણ પહેલીવાર અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના દર્દીઓને મ્યુકરમાયકોસિસ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.

નાક,સાયનસ ઉપરાંત ફેફસા, આંતરડામાં મ્યુકરમાઇકોસિસનુ ઇન્ફેકશન થાય છે જેના કારણે વ્યકિતની સિૃથતી ગંભીર બની જાય છે. કોરોનાનો મૃત્યુદર ચાર-પાંચ ટકા છે જયારે મ્યુકરમાઇકોસિસનું મૃત્યુદર 50 ટકા સુધીનો છે. આમ,કોરોના કરતાં મ્યુકરમાયકોસિસ ખતરનાર બિમારી છે. મ્યુકરમાયકોસિસને લઇને રાજ્ય આરોગ્ય વિભાગે ડોક્ટરોને જાણકારી મળે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here