અમદાવાદશહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ઘટ્યો છે. ઘાતક કોરોના મહામારીના ઘટતા કેસો અને મૃત્યુના આંકડાઓએ લોકોને થોડી રાહત પહોંચાડી હતી ત્યાં જ યુ.કે.માં શરૂ થયેલા વધુ ચેપી વાઇરસના નવા સ્ટ્રેનથી લોકોમાં ફરી ભયનો માહોલ ખડો થયો છે. હાલના વાઇરસ કરતા 70 ટકા વધુ સંક્રમણ ફેલાવતો નવા સ્વરૂપનો વાઇરસ તેની સાથે અનેક નવા પ્રશ્નો લઈને આવ્યો છે. દરમ્યાન આજે એક જ દિવસમાં નવા 204 કેસ નોંધાયા છે.

દરમ્યાન આજે એક જ દિવસમાં નવા 204 કેસ નોંધાયા

જ્યારે સારવાર દરમ્યાન ચાર દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા 202 લોકોને હૉસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ 5072 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે.

સારવાર દરમ્યાન ચાર દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા

જેમાંથી 2161 કમનસીબ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે સાજા થઈ ગયેલા 47,300 લોકોએ પૂર્વવત્ જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. જો કે કેટલાક દર્દીઓને સાજા થઈ ગયા બાદ આંતરડા અને સ્વાદુપિંડમાં ગંભીર સમસ્યા સર્જાતા ઓપરેશન પણ કરાવવું પડયું હતું. ફંગસના કારણે કેટલાકને આંખો ગુમાવવી પડી છે.

ફંગસના કારણે કેટલાકને આંખો ગુમાવવી પડી

કોરોનાના એક્ટિવ કેસો ઘટીને 2501 થઈ ગયા છે જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1253 અને પૂર્વકાંઠાના મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોનના 1251 સારવાર હેઠળના દર્દીઓનો સમાવેશ થવા જાય છે. દર્દીઓ ઘટતા ખાનગી અને સરકારી મ્યુનિ. હૉસ્પિટલોમાં મોટા ભાગના બેડ ખાલી રહેવા માંડયા છે.

માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા 20ની આસપાસ રહેવા માંડી છે. બીજી તરફ બે મહિના પહેલા મ્યુનિ. હેલ્થ વિભાગે શરૂ કરેલા હર્ડ- ઇમ્યુનિટી અંગેનો સર્વે માળિયે ચડી ગયાનું જણાય છે. 10 દિવસમાં સર્વે પૂરો કરીને રિપોર્ટ બહાર પાડવાની જાહેરાત હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ કરી હતી તે 60 દિવસે ય પૂરી થઈ શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here