ગુજરાત રાજ્ય માં કોરોના વાયરસના સંકટ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ૩૫ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧ હજારથી નીચે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાંથી કોરોનાના નવા ૯૬૦ કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૩૬,૨૫૯ છે. હાલમાં ૧૧૬૨૫ એક્ટિવ કેસ છે જ્યારે ૬૫ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૨૪૧ છે. કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં હજુ પણ હોમ ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિઓની સંખ્યા ૫,૦૬,૮૭૬ છે.
35 દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧ હજારથી નીચે આવ્યો
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૨૦૪-ગ્રામ્યમાંથી ૭ એમ ૨૧૧ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૫૫૭૯૬ છે. અમદાવાદ જિલ્લામાં એક્ટિવ કેસ પણ હવે ૩ હજારથી ઓછા થઇ ગયા છે. સુરત શહેરમાં ૧૨૪-ગ્રામ્યમાં ૨૬ એમ ૧૫૦ સાથે કુલ કેસનો આંક હવે ૪૭૮૬૨ છે. વડોદરા શહેરમાંથી ૧૦૨-ગ્રામ્યમાંથી ૩૩ સાથે ૧૩૫, રાજકોટ શહેરમાંથી ૯૬-ગ્રામ્યમાંથી ૨૬ સાથે ૧૨૨ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં ૨૩૫૦૨, રાજકોટમાં ૧૯૨૨૩ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 લોકો આવ્યા વાયરસની ઝપેટ
ગાંધીનગર શહેરમાં ૧૮-ગ્રામ્યમાં ૨૨ એમ ૪૦ સાથે કુલ કેસનો આંક હવે ૭૮૨૪ છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના વધુ કેસ નોંધાયા તેમાં ૩૧ સાથે કચ્છ, ૨૬ સાથે બનાસકાંઠા, ૨૪ સાથે જુનાગઢ-પંચમહાલ, ૨૧ સાથે મહેસાણાનો સમાવેશ થાય છે. ડાંગ-તાપી-નવસારી જિલ્લામાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

અમદાવાદ | 211 | 2994 |
સુરત | 150 | 1118 |
વડોદરા | 135 | 1457 |
ગાંધીનગર | 40 | 426 |
કચ્છ | 31 | 246 |
બનાસકાંઠા | 26 | 69 |
જુનાગઢ | 24 | 261 |
પંચમહાલ | 24 | 180 |
મહેસાણા | 21 | 325 |
ભાવનગર | 19 | 109 |
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૩ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૨૧૪ જ્યારે સુરતમાં ૯૫૧ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૭૯% છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૨૩૧- અમદાવાદમાંથી સૌથી વધુ ૨૦૫-સુરતમાંથી ૧૫૫- રાજકોટમાંથી ૧૩૦ એમ રાજ્યભરમાંથી ૧૨૬૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

અત્યારસુધી કુલ ૯૧,૦૮,૩૯૩ દર્દીઓ સાજા થતાં કોરોનાથી રીક્વરી રેટ હવે ૯૩.૨૮% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૬૧૨ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૯૧,૦૮,૩૯૩ છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતની વસતીને ધ્યાને લેતાં પ્રતિ દિન ૮૪૦.૧૮ ટેસ્ટ પ્રતિ મિલિયન થયા છે.