કોરોનાના નવા સ્વરૂપ સામે પણ કોરોના વેક્સિન એટલી જ અસરકારક રહેશે અને આનાથી લોકોએ જરાય ડરવાની જરૂર નથી, એમ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના ડાયરેકટર જનરલ શેખર મુંડે એ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવી એન 50 વાય રસીની ટ્રાન્સમીસીબીલીટીની શક્યતા થોડી વધુ છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે વધુ ઘાતક છે અને તેનાથી વધુ લોકો મરી જશે. ‘શક્ય છે કે તેમાં એન્ટી બોડી જેવા ચોક્કસ પરિબળોમાં તફાવત હોઇ શકે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે વેક્સિન બિનઅસરકારક હશે. મ્યુટેશન છતાં પણ એ રસી ખુબ જ અસરકારક રહેશે. આમ નવી વેક્સિનથી ડરવાની કોઇ જરૂર નથી’ એમ મુંડે એ કહ્યું હતું.

એન 50 વાય રસીની ટ્રાન્સમીસીબીલીટીની શક્યતા થોડી વધુ

ભારતની સંસ્થાઓએ 4000 કરતાં વધુ કોરોનાના જીનોમ્સના નમુનાનો અભ્યાસ કર્યો હતો અને તેને ગ્લોબલ ઇનિશિએટીવ ઓન શેરિંગ ઓલ ઇન્ફેલુએન્ઝા ડેટાને સુપ્રત કર્યા હતા. મુંડેએ કહ્યું હતું કે ‘ અમને હજુ સુધી ભારતમાં આ ચોક્કસ મ્યુટેશન મળ્યું નથી. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો આ વેક્સિન પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો આ વેક્સિન પર ચાંપતી નજર રાખી રહ્યા છે

બીજી તરફ એક ઇન્ટરવ્યૂમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું છે કે ઇમર્જન્સી ઉપયોગ માટે રસી સાથે સંકળાયેલી કંપનીઓએ સરકારને જે અપીલ કરી છે તેને લઇને વિચારણા ચાલી રહી છે. હું વ્યક્તિગત રીતે વિચારૂ છું કે આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં કોઇ પણ સપ્તાહમાં રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. 

દરમિયાન દેશભરમાં કોરોનાના નવા 37452 કેસો સામે આવ્યા છે, જે સાથે જ કુલ કેસોનો આંકડો 10075152ને પાર કરી ગયો છે. દરમિયાન વધુ 42631 લોકોને સાજા કરી લેવાયા છે અને સાજા થયેલાની સંખ્યા 9634850 પર પહોંચી ગઇ છે. બીજી તરફ 24 કલાકમાં વધુ 492 લોકોએ જીવ ગુમાવતા મૃત્યુઆંક 146088ને પાર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here