ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર ઇચ્છે છે કે 26મી ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઓપનર પૃથ્વી શોને બદલે ટીમમાં લોકેશ રાહુલને ઓપનર તરીકે સ્થાન આપવું જોઇએ અને શુભમન ગિલને છઠ્ઠા ક્રમે મોકલવો જોઇએ.

શુભમન ગિલને મિડલ ઓર્ડરમાં લેવાથી ટીમ મજબૂત બનશે

ગાવસ્કરે એવા સંકેત આપ્યા હતા કે શુભમન ગિલને મિડલ ઓર્ડરમાં લેવાથી ટીમ મજબૂત બનશે. આગામી ટેસ્ટમાં ભારત બે પરિવર્તન કરી શકે છે. પહેલું તો પૃથ્વી શોને બદલે ટીમમાં લોકેશ રાહુલને સામેલ કરવો જોઇએ અને તેને જ ઓપનિંગમાં મોકલવો જોઇએ. જ્યારે ગિલને મિડલ ઓર્ડરમાં મોકલવો જોઇએ.

ગાવસ્કરના મતે શુભમન ગિલ સારા ફોર્મમાં છે અને તેને પાંચમા કે છઠ્ઠા ક્રમે ઉતારી શકાય. જો આપણે મજબૂત પ્રારંભ કરીએ તો પરિસ્થિતિમાં ફરક પડી શકે છે. જો ભારત આ મેચમાં હકારાત્મક વલણ અપનાવશે નહીં તો તેને સિરીઝમાં 0-4થી પરાજયનો સામનો કરવો પડશે.

શુભમન ગિલને મિડલ ઓર્ડરમાં લેવાથી ટીમ મજબૂત બનશે

તેમણે ઉમેર્યું હતું કે ભારતીય ટીમે એ વાત પર ભરોસો રાખવો પડશે કે તે બાકી રહેલી ટેસ્ટ મેચોમાં પુનરાગમન કરી શકે તેમ છે. આ માટે ભારતે હકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. આ પ્રકારનુ વલણ અપનાવી શકાય તેમ છે.

એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદી ફટકારનારા ગાવસ્કરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનું નબળુ પાસું તેની બેટિંગ છે અને ભારત ત્યાં પ્રહાર કરી શકે છે. જોકે પહેલી ટેસ્ટમાં ભારત માત્ર 36 રન કરી શક્યું તેને કારણે પ્રશંસકોમાં નારજગી ફેલાઈ જવી પણ સ્વાભાવિક બાબત છે. એડિલેડ ટેસ્ટ અંગે ગાવસ્કરે કહ્યું કે એ મેચમાં ભારતે ઘણા કેચ છોડ્યા હતા. આમ થયું ન હોત તો તેને 53 રન કરતાં પણ વધારે સરસાઈ મળી હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here