ભારતના લોકપ્રિય ક્રિકેટર અને તાજેતરમાં જ નિવૃત્તિ જાહેર કરનારા સુરેશ રૈના અને સિંગર ગુરુ રંધાવાની મુંબઈ પોલીસે એક ક્લબમાં રેડ પાડીને ધરપકડ કરી હતી. મુંબઈ એરપોર્ટ નજીકની ડ્રેગનફ્લાય ક્લબમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે આ બંનેને પાછળથી જામીન પર મુક્ત કરાયા હતા.

મુંબઈની ક્લબમાં કમસે કમ 34 લોકોની ધરપકડ કરાઈ હતી જેમાં ડ્રેગન ફ્લાય ક્લબના સાત સ્ટાફ મેમ્બરનો પણ સમાવેશ થતો હતો. આ તમામ આરોપીની કોરોનાના પ્રોટોકોલનો ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

સહાર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ક્રિકેટર સુરેશ રૈના તથા સિંગર ગુરુ રંધાવાની કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને જામીન પર મુક્ત કરાયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે તેમની સામે કલમ 188, 269 અને 34 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જેમાં એવો આક્ષેપ કરાય છે કે આરોપીએ જાહેરનામાનો ભંગ કર્યો હતો, જાણતા કે અજાણતા ચેપી રોગ ફેલાવવામાં બેદરરકારી દાખવી હતી અને એવા રોગનો ફેલાવો કર્યો હતો જે જાહેર આરોગ્ય માટે જોખમી છે. ડ્રેગન ફ્લાય ક્લબ મંજૂરી મળી તેના કરતાં વધારે સમય સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને કોરોનાના પ્રોટોકોલના નિયમોનો ભંગ કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here