ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26મીથી મેલબોર્નમાં બીજી ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી રમવાનો નથી. આમ ભારત ઘણા સમય બાદ વિરાટ કોહલી વિના ટેસ્ટમાં રમશે. છેલ્લે 2018માં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં કોહલી રમ્યો ન હતો. તે અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ધરમશાલા ખે રમાયેલી ટેસ્ટ વખતે તે ઘાયલ હતો તેથી ભારત તેના વિના રમ્યું હતું.

ભારત માટે 87 ટેસ્ટ રમ્યો છે વિરાટ કોહલી

વિરાટ

વિરાટ કોહલીએ 2011ના જૂન મહિનામાં ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ભારત માટે 87 ટેસ્ટ રમ્યો છે. આ ગાળામાં ભારત કુલ 95 ટેસ્ટ રમ્યું છે. આમ કોહલી વિના ભારત આઠ ટેસ્ટ રમ્યું છે. આ આઠ ટેસ્ટમાંથી ભારતે ચાર ટેસ્ટ જીતી છે અને ચારમાં તેનો પરાજય થયો છે.

વિરાટ કોહલી વિના ટીમ ઇન્ડિયા અધૂરી

રસપ્રદ બાબત તો એ છે કે ભારતે આ ચાર ટેસ્ટમાં વિજય મેળવ્યો છે તે તમામ ભારતીય ધરતી પર રમાઈ હતી જ્યારે જે ચાર ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે તે ચારેય ટેસ્ટ વિદેશમાં રમાઈ હતી. 2011માં ભારતની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે ભારત સળંગ ચાર ટેસ્ટ હાર્યું હતું અને એ ચારેયમાં કોહલી રમ્યો ન હતો.

વિરાટ કોહલી રમતો ન હોય તેવી ટેસ્ટમાંથી ભારત માત્ર બે જ વાર 400 રનનો આંક પાર કરી શક્યું છે. નવેમ્બર 2011માં કોલકાતા ખાતે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સાત વિકેટે 631 રનનો સ્કોર નોંધાવ્યો હતો તો જૂન 2018માં અફઘાનિસ્તાન સામે બેંગલોર ખાતે ભારતે 474 રન ફટકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here