કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં લેતા ઘણીવાર ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની ડેડલાઇનને ઘણીવાર વધારી છે. હવે ITR (નાણાકીય વર્ષ 2019-20) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. તેવામાં જો તમે 31 ડિસેમ્બરે આ કામ પૂરૂ નહી કરો તો તમારે લેટ ફીસ ચુકવવી પડશે.આ લેટ ફીસ 10 હજાર રૂપિયા સુધી હશે. જો કે 5 લાખ રૂપિયાથી ઓછી ઇનકમ ધરાવતા લોકોને 1 હજાર રૂપિયા લેટ ફીસ ચુકવવાની હોય છે. હકીકતમાં સમય પર ટેક્સ જમા ન કરવા પર ટેક્સપેયરને દંડ ફટકારવામાં આવે છે.

આ રીતે ફાઇલ કરો ઇનકમ ટેક્સ રિટર્ન (ITR)

ટેક્સપેયર્સને ITR ફાઇલ કરવુ જરૂરી છે. જો તમે હજુ સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કર્યુ હોય તો ચિંતાની વાત નથી. હજુ પણ તમારી પાસે સમય છે. તેને ઑફલાઇન, ઑનલાઇન અને સોફ્ટવેર, ત્રણ રીતે ભરી શકાય છે. કોઇપણ ટેક્સપેયર ઘરે બેઠા જાતે જ પોતાનું ITR ફાઇલ કરી શકે છે. તેના માટે કેટલાંક દસ્તાવેજ તૈયાર રાખવા પડે છે.

તેના માટે તમારે સૌથી પહેલા પોતાના કોમ્પ્યુટર કે લેપટોપ પર ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ https://www.tin-nsdl.com/ પર વીઝીટ કરવાનું છે. તે બાદ Service સેક્શન પર જવાનું છે.

ડ્રોપ ડાઉન મેન્યૂથી ઇ-પેમેન્ટ માટે ‘Pay Taxes Online’ વિકલ્પ સિલેક્ટ કરો. જરૂરિયાત પ્રમાણે ચાલાનનું ઓપ્શન સિલેક્ટ કરો જેમ કે TNS 280, ITNS 281, ITNS 282, ITNS 283, ITNS 284 અથવા ફોર્મ 26 ડિમાન્ડ પેમેન્ટ વગેરે.

આટલુ કરતાં જ તમારે PAN અને TAN વગેરેની જાણકારી રજીસ્ટર કરવાની છે. આ સાથે જ ચાલાન ડિટેલ્સ પણ. બેન્ક, નામ અને એડ્રેસ વગેરેની જાણકારી પણ રજીસ્ટર કરો અને Submit પર ક્લિક કરો. આ બાદ તમને કન્ફર્મેશનનો મેસેજ મળશે. જે બાદ તમને બેન્કના નેટ-બેન્કિંગ પોર્ટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. અહીં નેટ બેન્કિંગ માટે લૉગ ઇન કરો.

જેવુ તમે લૉગ ઇન કરશો તમને પેમેન્ટ ડીટેલ્સ ભરવાનું કહેવામાં આવશે. તેને ભરો અને પેમેન્ટ કરી દો. તે બાદ વેબસાઇટ પર CIN સાથે અન્ય જાણકારીઓ આવશે. આ જાણકારીઓને તમે નોંધી લો અથવા પ્રિન્ટ કાઢી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here