હાડ થિજાવતી આ ઠંડીની ઋતુ હોય અને બરફ થઈ ચૂકેલી નદીમાં પાણીમાં તરતી મહિલા… અને ગંગાની ધારામાં વહેતી મહિલાને નિકાળવાની માછીમારોએ મોટી મહેનત કરી. બોટ પર સવાર માછીમારોએ કોઈ તેને નદીથી નીકાળીને નાવ પર લઈને આવતા હતા. હેરાનજનક વાત તો એ હતી કે મહિલા જીવતી હતી. આ ચોંકાવનારી ઘટના બિહારના વૈશાલી જિલ્લાની છે. મહિલા ગંગા નદીના બરફના ઠંડા પાણીમાં 12 કલાક સુધી તરતી રહી હતી. માછીમારોએ આશરે 10 કિમી દૂર મૃત્યુની નજીક પહોંચેલી આ મહિલાને જીવતી બચાવી હતી.

મહિલા આખી રાત પાણીમાં તરતી રહી

મહિલાનું નામ અનિતા દેવી છે. રાઘોપુર દિયારાની રહેવાસી મહિલા મોડી સાંજે ગંગા નદી પર આવેલા પીપા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. અચાનક ચક્કર આવવાને કારણે રીક્ષા પરથી ઉતરીને પીપા પુલ પર બેસી ગઈ. એટલામાં અચાનક તેનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી ગઈ. મહિલા આખી રાત નદીમાં તરતી રહી.

આખી ઘટનાને માછીમારોના એક સભ્યે પોતાના મોબાઈલમાં કેદ કરી

વહેલી સવારે રાઘોપુર પીપા બ્રિજથી આશરે 10 કિમી દૂર માછીમારોના એક જૂથે આ મહિલા અનિતા દેવીને પાણીના પ્રવાહમાં વહેતા જોયા. તેમણે તે તરફ બોટ દોડાવીને મહિલાને નદીમાંથી બહાર કાઢી. આ આખી ઘટનાને માછીમારોના એક સભ્યે પોતાના મોબાઈલમાં કેદ કરી રહી હતી.

મહિલાને ઝડપથી સ્થાનિક હોસ્પિટલમાં લાવવામાં આવી

રાતભ નદીમાં ઠંડા પાણીમાં રહેવાને કારણે મહિલાની હાલત ખૂબ નાજુક લાગી. મહિલાને ઝડપથી સ્થાનિક હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં ડોકટરોએ ગરમ કપડાં અને હીટરની મદદથી નવું જીવન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here