અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટ રમી રહી છે. તેને ટેસ્ટ પ્રવેશ પણ મળી ગયો છે પરંતુ હજી સુધી તેઓ પોતાના ઘરઆંગણે ટેસ્ટ રમ્યા નથી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ ફરહાન યુસુફજાઈએ નવા ક્રિકેટ સ્ટેડિયમ માટે જમીન મળ્યા બાદ ટૂંક સમયમાં પોતાના જ દેશમાં ટેસ્ટ સહિત ઇન્ટરનેશનલ ક્રિકેટના આયોજનની આશા વ્યક્ત કરી છે. હાલમાં તો અફઘાનિસ્તાન તેની ઘરેલું મેચો ભારતમાં રમી રહી છે.

અશરફ ગનીએ આધુનિક સ્ટેડિયમના નિર્માણ માટે કાબુલમાં બે એકર જમીન ફાળવી
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીએ આધુનિક સ્ટેડિયમના નિર્માણ માટે કાબુલમાં બે એકર જમીન ફાળવી છે. યુસુફજાઈએ કહ્યું હતું કે નવા સ્ટેડિયમના નિર્માણ બાદ અમે ઇન્ટરનેશનલ મેચોની યજમાની કરી શકીશું. આશા છે કે અમારા દેશવાસીઓ ભવિષ્યમાં કાબુલની નજીકના સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો નિહાળી શકશે.
કાબુલમાં આધુનિક સવલત ધરાવતું સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે
કાબુલમાં આધુનિક સવલત ધરાવતું સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. હાલમાં તો અફઘાનિસ્તાનની ટીમ વિવિધ ઇન્ટરનેશનલ મેચો ભારતમાં ગ્રેટર નોઇડા અને દહેરાદુન ખાતે રમતી હોય છે.