કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો અડગ રહ્યાં છે. 27 દિવસના અંતે પણ દિલ્હી બોર્ડર  પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. હવે ખેડૂતોએ 23મીએ ભૂખ હડતાલનુ એલાન કર્યુ છે ત્યારે દિલ્હી બોર્ડર પહોંચેલા ખેડૂતો તો ભૂખ હડતાળમાં જોડાવવાના છે પણ ગુજરાતમાં ય શહેરો-ગામડાઓમાં ખેડૂતો ભૂખ હડતાળમાં જોડાઇને ખેડૂત આંદોલનને સમર્થન આપશે. આજે આંદોલન સ્થળે ગુજરાતી ખેડૂતોએ એક દિવસીય પ્રતિક ઉપવાસ કર્યા હતાં. કૃષિ કાયદો ખેડૂતો માટે લાભદાયી છે તેવુ ભાજપ સાબિત કરી રહ્યું  છે. ભાજપે ખેડૂતો જિલ્લાવાર ખેડૂત સંમેલન યોજીને કૃષિ કાયદાની સમજ આપવાના બહાને ખેડૂતોને રોષ ઠારવા ભાજપે પ્રયાસો કર્યાં છે. આ તરફ, ગુજરાતના કેટલાંય વિસ્તારોમાં ખેડૂત આંદોલનમાં ખેડૂતો સ્વયંભૂ જોડાઇ રહ્યાં છે.

કૃષિ કાયદો ખેડૂતો માટે લાભદાયી છે તેવુ ભાજપ સાબિત કરી રહ્યું  છે.

ગઇકાલે જ નવસારી, સાબરકાઠા, અરવલ્લી ઉપરાંત અન્ય જિલ્લાઓમાં ખેડૂતોએ આંદોલન સૃથળે મૃત્યુ પામેલાં ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પી હતી. નોંધનીય છેકે, અત્યાર સુધીમાં 600થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચ્યાં છે.ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે.

ધારાસભ્ય લલિત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં

આ બાજુ,દિલ્હી બોર્ડર પર ખેડૂત નેતાઓની રોજરોજ બેઠક યોજાય છે અને તેમાં આંદોલનની રણનિતી નક્કી થાય છે. ગુજરાતના ખેડૂત નેતાઓનું કહેવું છેકે, 23મીએ ખેડૂતો એક દિવસની ભૂખ હડતાળ પર ઉપરશે. માત્ર દિલ્હી બોર્ડર પર જ નહીં, આખાય દેશમાં ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરશે જેના ભાગરૂપે ગુજરાતમાં વિવિધ શહેરો-ગામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભૂખ હડતાળ પાડીને વિરોધ વ્યક્ત કરશે.

ભૂખ હડતાળમાં ગુજરાતના ખેડૂતો વધુને વધુ જોડાય તે માટે ખેડૂતોએ પણ સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. દિલ્હી બોર્ડરથી  આંદોલનકારી ખેડૂતો ઝૂમ એપ, ફેસબુક લાઇવ કરી ગુજરાતમાં વિવિધ ખેડૂત સંગઠનો અને ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યાં છે. સાથે સાથે ખેડૂત આંદોલનના નામે શરૂ કરાયેલાં વોટ્સએપ ગુ્રપથી આંદોલનની રજેરજની વિગતોથી ખેડૂતોને વાકેફ કરવામાં આવી રહ્યાં છે.આમ ખેડૂત આંદોલન હાઇટેક બન્યુ છે. 

આજે કોંગ્રેસના કાર્યકરો જિલ્લા મથકોએ શહીદ ખેડૂતોને શ્રધ્ધાજંલિ આપશે 

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યુ છે ત્યારે અત્યારથી સુધીમાં દિલ્હી બોર્ડર પર 15થી વધુ ખેડૂતો ઠંડી લાગવાથી માંડીને બિમારીને કારણે આંદોલન સૃથળે મૃત્યુ પામ્યાં છે.  આ ઉપરાંત એક ખેડૂતે તો આત્મહત્યા પણ કરી છે.આ બધાય ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પવા કોંગ્રેસે શ્રધૃધાજંલિ કાર્યક્રમ યોજવા નક્કી કર્યુ છે. દરેક જિલ્લા મથકોએ કોંગ્રેસના ધારાસભ્યો-કાર્યકરો ખેડૂતોને શ્રધૃધાજંલિ અર્પશે અને કૃષિ કાયદો પરત ખેચવાની માંગ કરી વિરોધ પ્રદર્શન પણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here