બોબી દેઓલ તેમના પિતા ધર્મેદ્રને ઘણું માન આપે છે, પરંતુ તે જાણે છે કે પિતા અને તેના વચ્ચે થોડું અંતર છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં બોબીએ તેના પિતા સાથેના સંબંધ વિશે વાત કરી.

બોબીએ કહ્યું, જ્યારે અમે મોટા થઇ રહ્યા હતા ત્યારે પપ્પા ઘણું મહેનતથી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા. અમને તેમની સાથે વધારે સમય પસાર કરવાનો મોકો મળ્યો નથી. અમે તેમની સાથે આઉટડોરશૂટિંગ માટે જતા હતા. તે સમયે વસ્તુઓ અલગ હતી લોકો અલગ પ્રકારે વિચારતા હતા. તે સમયે આજે પિતા-પુત્રનું બોન્ડીંગ હોય છે તેવું નહોતું. હું મારા દીકરાઓ સાથે કોઈ અંતર રાખતો નથી અને એક મિત્રની જેમ તેમની સાથે વર્તન કરું છું.

જૂના જમાનામાં બાળકો પિતાનું એટલું બધું સન્માન કરતા હતા કે દિલ ખોલીને વાત પણ કરી શકતા નહોતા. મારા પિતા હંમેશાં મને ફરિયાદ કરતા હતા કે હું તેમની સાથે દિલ ખોલીને વાત કરતો નથી. ઘણીવાર તેઓ કહેતા કે મારી બાજુમાં બેસો પણ મને ડર લાગતો હતો કે તે મને ખીજાવાનું ચાલુ કરી દેશે. હું મારા બાળકોમાં આ ડર રાખવા માગતો નથી અને મેં તેવું થવા દીધું પણ નથી.

બોબી ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો દીકરો છે. બોબીનો નાનો ભાઈ સની દેઓલ છે, અને બે બહેનનું નામ વિજેયતા અને અજીતા છે.

બોબી તેની માતા પ્રકાશ અને પિતા ધર્મેન્દ્ર સાથે

બોબી તેની માતા પ્રકાશ અને પિતા ધર્મેન્દ્ર સાથે

બે દીકરાનો પિતા
52 વર્ષીય બોબી બે દીકરા આર્યમાન અને ધર્મનો પિતા છે. આર્યમાન 19 વર્ષ અને ધર્મ 15 વર્ષનો છે. બોબી તેના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખે છે અને આ વાત ઇન્ટરવ્યૂમાં પણ કહી ચૂક્યો છે.

બોબીએ કહ્યું હતું કે, પ્રાઈવસી ઘણી જરૂરી હોય છે અને તે આજના કલ્ચરને કારણે પૂરી થઇ ગઈ છે. મારા દીકરા હાલ અભ્યાસ કરી રહ્યા છે. મને નથી ખબર તેઓ બોલિવૂડમાં આવવા માગે છે કે નહિ. પરંતુ જો તેઓ આ બિઝનેસમાં આવશે તો મીડિયા લાઈમલાઈટનો ચોક્કસ ઉપયોગ કરશે.

તાન્યા સાથે લગ્ન કર્યા
બોબીએ બિઝનેસમેનની દીકરી તાન્યા આહુજા સાથે 30 મે, 1996માં લગ્ન કર્યા હતા. તાન્યાનો ‘ધ ગુડ અર્થ’ નામનો પોતાનો ફર્નિચર અને ઇન્ટીરિયર ડેકોરેશનનો બિઝનેસ છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ક્લાયન્ટ છે.

તાન્યાએ કહ્યું હતું કે, બોબી મારા કામમાં કોઈ દખલ કરતા નથી. દેઓલ ફેમિલી ઘણી મદદરૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here