સીબીએસઈના 10માં અને 12 ધોરણની બોર્ડ પરીક્ષાઓની તારીખોની વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. સીબીએસઈએ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓની તારીખોની જાહેરાત આજે થઈ શકે છે. જણાવી દઈએ કે, આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા કરવાના છે. આ ચર્ચામા મુખ્ય વિષય આગામી પરીક્ષાઓને લઈને રહેશે.
આપને જણાવી દઈએ કે, #EducationMinisterGoesLive હૈશટેગ કરીને આપ પણ સવાલ પૂછી શકો છો. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અગાઉ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યુ હતું કે, તેમને બોર્ડની પરીક્ષાને લઈને થતી મુશ્કેલીથી ગભરાવાની જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યુ છે કે, બોર્ડની પરીક્ષાઓ યોજાય તે પહેલા જ કૂબ જલ્દી તારીખોની જાહેરાત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી, પણ કોરોનાના કારણે આ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી.
તો વળી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોઈએ તો, બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં યોજાઈ શકે છે. સીબીએસઈ પરીક્ષાની તારીખો આગળ વધારવા નથી માગતા. જો કે, એ સંભાવના છે કે, પરીક્ષાઓમાં મોટું અંતર રહેશે. સીબીએસઈ હાલમાં જ ઓનલાઈન પરીક્ષા લેવાની ના પાડી દીધી હતી.