બોલિવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોનાનો શિકાર થઈ છે. આ અંગે રકુલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જાણકારી આપી છે, જેમાં તેણે કહ્યુ હતું કે, હું કોરોના પોઝિટીવ આવી છું. તથા તેણે તમામ લોકોને અપીલ કરી છે, કે જે પણ લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેણે પોતાનો રિપોર્ટ કરાવી લેવો.

રકુલ પ્રીતે પોસ્ટમાં લખ્યુ છે કે, હું આપ સૌને જણાવા માગુ છુ કે, મને કોરોનાનું સંક્રમણ થયુ છે. મેં મારી જાતને કોરન્ટાઈન કરી લીધુ છે. હું સારી છું. હાલમા આરામ કરી રહી છું, જેથી શૂટ પર પાછી જઈ શકું. અપીલ છે કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને ટેસ્ટ કરાવી લેવો. રકુલની આ પોસ્ટ પર તેના ફેન્સ જલ્દી સાજા થઈ જવાની પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

કોરોના સંક્રમિત થયા પહેલા રકુલ મઈ ડેનું શૂટીંગ કરી રહી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગવ, અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેનો રોલ એક પાયલટનો છે. અજયે 11 ડિસેમ્બરે તેનું શૂટીંગ શરૂ કર્યુ હતું. આ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર પણ તેઓ છે. ફિલ્મમાં અજયના પ્રોડ્કશન હાઉસ અજય દેવગન એક ફિલ્મ દ્વારા તેને બનાવાઈ રહી છે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here