ધી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, લી, મહેસાણાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2020ના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે કુલ 178 ફોર્મ ભરાયા છે. ચૂંટણી અધિકારી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અને પ્રાંત અધિકારી વિસનગરની સહીથી માન્ય ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. દૂધસાગર ડેરીની ચૂંટણી 5 જાન્યુઆરીએ છે. દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી પેનલના સભ્યોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. મહેસાણા દુધસાગર ડેરીના વહિવટમાં છેલ્લા 16 વર્ષથી વિપુલ ચૌધરી પેનલનો દબદબો જળવાઈ રહ્યો છે.

કુલ 16 ડિરેક્ટરોમાં 13 વિપુલ ચૌધરી જૂથના

દુધસાગર ડેરીમાં હાલની સ્થિતિમાં કુલ 16 ડિરેક્ટરોમાં 13 વિપુલ ચૌધરી જૂથના છે. 3 ભાજપ સમર્થિત હતા. આ ડેરી સાથે 1200 ગામોથી વધુ દૂધ સંઘો જોડાયેલા છે. દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે જંગ જામશે. દરેક બેઠકો માટે મોટે ભાગે ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી દીધી હતી.ફોર્મચકાસણી બાદ આજ રોજ ચૂંટણી અધિકારી અને વિસનગરપ્રાંત અધિકારીની સહીથી માન્ય ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે.

મંડળીઓના પ્રતિનિધિ સભ્યો

 • કડી (સ્ત્રી)
 • કલોલ- ગોઝારિયા (સ્ત્રી)
 • ખેરાલુ-વડનગર- સતલાસણા
 • ચાણસ્મા અને બહુચરાજી
 • પાટણ-વાગદોડ
 • મહેસાણા
 • માણસા
 • વિજાપુર
 • વિસનગર
 • સમી-હારિજ
 • સિદ્ધપુર-ઊંઝા (સ્ત્રી)
 • દૂધના જથ્થા પ્રમાણે સભ્યો
 • ખેરાલુ-સતલાસણા
 • માણસા
 • વિજાપુર
 • વિસનગર

દૂધસાગર ડેરીની ચૂંટણીનું અનેક રીતે મહત્ત્વ

દૂધસાગર ડેરીની ચૂંટણીનું અનેક રીતે મહત્ત્વ છે. આ ડેરીની ચૂંટણીમાં ત્રણ જિલ્લાના 10 વિધાનસભા મત વિસ્તારમાં પ્રભાવ પડે છે. એટલે કે મહેસાણા જિલ્લાની 7, પાટણ જિલ્લાની 3 અને ગાંધીનગરની એક મળી કુલ 10 વિધાનસભા મત વિસ્તારના મતદારોને સીધી અસર કરે છે, તેથી ભાજપના ચૌધરી નેતાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા પરસેવો પાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here