સીબીએસઈના 10માં અને 12 ધોરણની બોર્ડ પરીક્ષાઓની તારીખોની વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. સીબીએસઈએ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓની તારીખોની જાહેરાત આજે થવાની હતી. જણાવી દઈએ કે, આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી. આ ચર્ચામા મુખ્ય વિષય આગામી પરીક્ષાઓને લઈને રહ્યો હતો. ત્યારે હવે શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે, આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી સીબીએસઈની પરીક્ષાઓ યોજાશે નહીં.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યુ હતું કે, સીબીએસઈની પરીક્ષાઓ રદ થશે નહીં, પરીક્ષાઓ ચોક્કસથી યોજાશે. કારણ કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા પરીક્ષાઓ કરાવવી ખૂબ જ જરૂરી છે.

ત્યારે હવે શિક્ષણમંત્રીએ આપેલા સંકેત પ્રમાણે જોઈએ તો, આગામી વર્ષે માર્ચની શરૂઆતમાં આ પરીક્ષાઓ યોજાઈ શકે છે. જોકે, સીટીએસઈ પરીક્ષા 2021 ડેટશીટ/ શિડ્યૂલ જાહેર થયા બાદ જ સ્થિતી સ્પષ્ટ થઈ શકશે.

આપને જણાવી દઈએ કે, #EducationMinisterGoesLive હૈશટેગ કરીને આપ પણ સવાલ પૂછી શકો છો. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ અગાઉ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કહ્યુ હતું કે, તેમને બોર્ડની પરીક્ષાને લઈને થતી મુશ્કેલીથી ગભરાવાની જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યુ છે કે, બોર્ડની પરીક્ષાઓ યોજાય તે પહેલા જલ્દી તારીખોની જાહેરાત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી, પણ કોરોનાના કારણે આ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here