– તાડી પીઓ, કોરોના નહીં થાય

માયાવતીના બસપા પક્ષના એક નેતા ભીમ રાજભરે બલિયામાં એક સમારંભમાં વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. તેમણે કહ્યું કે ગંગાજળ કરતાં તાડી વધુ શુદ્ધ છે. તાડી પીઓ તો કોરોના નહીં થાય. કોરોના વાઇરસથી બચવું હોય તો તમે તાડી પીઓ.

તેમણે કહ્યું કે અમારો રાજભર સમાજ તાડીથી જ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તાડનું વૃક્ષ પૃથ્વી પર સૌથી પ્રાચીન વૃક્ષ છે અને એનો રસ સૌથી વધુ પૌષ્ટિક છે. એ શરીરની ઇમ્યુનિટી કુદરતી રીતે વધારે છે. આજે ગંગાજળ કરતાં તાડી વધુ શુદ્ધ છે. માટે કોરોનાથી બચવું હોય તો તાડી પીઓ.

બસપાના બલિયા એકમના અધ્યક્ષ બન્યા બાદ ધારાસભ્ય ઉમાશંકર સિંઘે રાજભરના જાહેર સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો ત્યાં ભીમ રાજભર બોલી રહ્યા હતા. એમના વિધાનના પ્રતિભાવ રૂપે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અને સમાજવાદી પક્ષના નેતા ઓમપ્રકાશ રાજભરે કહ્યું હતું કે ભીમ રાજભરની વાતો રાજભર સમાજના લોકોને ગૂમરાહ કરે એવી છે. એવી વાતોથી સાવધાન રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here