શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રી લેખમાં કોરોનાના નવા સ્ટ્રેનને લઇને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરીસ જોન્સન પર સવાલ ઉઠાવ્યાં છે. તંત્રી લેખમાં લખ્યું છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવીને કોરોના વાયરસ ફેલાવ્યો હતો તો શું હવે બહિષ્કૃત બ્રિટેનના પીએમ જોન્સન દિલ્હી આવશે?

ડોનાલ્ડ ટ્રમ્પે ફેલાવ્યો કોરોનાવાયરસ

સામનાના તંત્ર લેખમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લઇને ટ્રમ્પ અમદાવાદના મહેમાન  બન્યા હતા અને ટ્રમ્પની સાથે આવેલા લોકોએ કોરોના ફેલવાનું કામ કર્યું હતું. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીએ સજ્જન અને સરળ જોન્સનનું શું કરીએ, આ સવાલ છે?
 

જુનો કોરોના ચીન નિર્મિત હતો એટલે અમેરિકાના ટ્રમ્પે ચીન સાથે ઝગડો શરુ કર્યો. હવે ટ્રમ્પની જગ્યાએ બાઇડેન આવ્યાં છે.  બાઇડેને ઘોષણા કરી કોરોનાની વેક્સીન લગાવી. પરંતુ આ રસી કોરોના વાયરસની છે. 
 

બહિષ્કૃત થયું બ્રિટેન

સામનાના તંત્રી લેખમાં એક સમયે ગ્રેટ બ્રિટેને દુનિયાભરમાં રાજ કર્યું. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્યાસ્ત ક્યારેય થતો નથી, એવું ગર્વ સાથે કહેવામાં આવે છે. તે જ બ્રિટેનમાં કોરોના વાયરસ સંક્રમણ થઇને નવા સ્વરુપ થઇને આવ્યો, જેને લઇને દુનિયાએ બ્રિટેનનો બહિષ્કાર કર્યો.

બ્રિટનથી આવનારા પ્લેન પર રોક લગાવી દેવામાં આવી છે. બ્રિટેનથી આવનાર દરેક યાત્રીઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. બ્રિટેનના વાયરસનો ભય એટલો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં રાત્રિ કર્ફ્યું લગાવી દીધો છે. જેના કારણે ફરી એક વખત મુંબઇ-ઠાણે-પૂના જેવા શહેરોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. 

 

નવા કોરોનાથી ડરવાની જરૂર નથી

બ્રિટેનમાં સામે આવેલ નવો વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો છે. એટલા માટે બ્રિટેન સહિત કેટલાક યુરોપીય દેશોએ ફરથી લોકડાઉન શરુ કર્યું છે. સ્પેન, ડેનમાર્ક અને નેધરલેન્ડ જેવા દેશોમાં ચિંતાનો વિષય છે. બ્રિટિશ કોરોના ઇટાલીમાં પણ પહોંચી ચૂક્યો છે. આપણા દેશના આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધનના જણાવ્યાં અનુસાર નવા વાયરસથી ડરવાની જરૂરિયાત નથી, દેશ સતર્ક છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here