ઉત્તર પ્રદેશથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક ટ્રકે ટ્યુશન ક્લાસમાં જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે. લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક માતેલા સાંઢની માફક આવેલ ટ્રક તેમના પર ફરી વળી. આ દુર્ઘટનામાં 2 બાળકોના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય 4 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે.

ટ્રક અકસ્માતો

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મહોબામાં સમગ્ર ઘટના સામે આવી છે જયારે 12 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે જયારે અન્ય 4 બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના મહોબા વિસ્તારમાં આજે ગુરૂવારે સવારે કોચિંગ ક્લાસમાં જઇ રહેલા ડઝનેક બાળકોને બેફામ સ્પીડથી આવતી એક ટ્રકે કચડી નાખ્યાં હતાં. બે બાળકો ત્યાં ને ત્યાં મરણ પામ્યાં હતાં અને બીજા બધાને ઇઝા થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં ચાર બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

આ અકસ્માત પછી બાળકોનાં પરિવારજનો વિફર્યા હતા અને હંગામો સર્જ્યો હતો. લોકોના ગુસ્સાને કાબુમાં રાખવા વધુ પોલીસ કુમક બોલાવાઇ હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ કલપહાડ પોલીસ સ્ટેશનની હદમાં સુંગીરા ગામના હાઇસ્કૂલનાં ઇંટરના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જઇ રહ્યા હતા ત્યારે બેફામ સ્પીડથી આવી રહેલી એક ટ્રકે તેમને અડફેટમાં લીધા હતા. બે વિદ્યાર્થી ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા. બીજા બધાને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં ચાર વિદ્યાર્થીની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here