વાંદરાઓ ઘણા તોફાની હોય છે. ઘણી વખત છત ઉપર પડેલી વસ્તુઓ લઇને ભાગે છે તો ઘણી વખત હાથમાંથી વસ્તુઓ છીનવી લે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના સીતપુરમાં બની છે. જ્યાં અક વાંદરો પૈસા ભરેલો થેલો લઇને ઝાડ પર ચડી ગયો. માત્ર એટલું જ નહીં પણ વૃક્ષ પર જઇને ઉપરથી નોટો નીચે ફેંકવા લાગ્યો. જેના કારણે ત્યાં રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઇ.

સીતાપુરમાં એક વૃદ્ધ વ્યક્તિ રજિસ્ટ્રી કરાવવા માટે ગયા હતા. ત્યારે એક વાંદરો આવીને તેની પાસેથી પૈસા ભરેલો થેલો લઇને ભાગી ગયો. આ વ્યક્તિ પોતાની એક જમીનને વેચવા માટે અહીં આવ્યા હતા. જેના બદલામાં તેમને ચાર લાખ રુપિયા મળ્યા હતા, જે એક બેગની દર હતા. આ રકમ લઇને તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા. તેવામાં ત્યાં વાંદરાઓનું એક ટોળુ આવી ચડ્યું. તેઓ કંઇ સમજે તે પહેલા જ એક વાંદરો પૈસા ભરેલો થેલો લઇને ભાગી ગયો.

વાંદરો

વાંદરો આ થેલો લઇને વૃક્ષ ઉપર ચડી ગયો. ત્યારબાદ વાંદરાએ થેલામાંથી પૈસા કાઢીને ઉડાવવાનું શરુ કર્યુ. 500 500ના નોટોનો વરસાદ થતો જોઇને આસપાસ લોકોની ભીડ લાગી ગઇ. ત્યાં ઉભેલા લોકો વાંદરા પાસેથી પૈસા ભરેલો થેલો લેવાના પ્રયત્નો કરી રહ્યા હતા. વાંદરાએ પૈસા ઉડાવ્યા એટલું જ નહીં પણ ફાડ્યા પણ ખરા. તેણે થેલામાંથી પૈસાનું બંડલ કાઢયું અને તેને ફાડી નાંખ્યું. આ રીતે લગભગ 10 હજાર રુપિયાની નોટ વાંદરાએ ફાડી નાંખા. બાદમાં મહામહનતે વાંદરાએ બેગ નીચે ફેંકી અને લોકોએ તેને લઇને પેલા વૃદ્ધને પરત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here