ઘુમા ગામમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું બુધવારે સાંજે બે શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. જો કે, ગણતરીની કલાકોમાં મહંતનો નાટકિય રીતે છૂટકારો થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

આશ્રમની અંદાજે ૫૦૦ કરોડની જમીન મામલે અપહરણ થયાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યુ છે. જો કે, પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે, પોલીસ જ મહંતની ઉઠાવી ગઇ હતી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ સર્જાયો છે કે, આ અપહરણકાંડમાં પોલીસે આવી વરવી ભૂમિકા કોના ઇશારે ભજવી છે ?

અમદાવાદના ઘુમામાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામી આસપાસ આશ્રમમાં હતા. ત્યારે બોલેરો કારમાં આવેલા બે અજાણ્યાં શખ્સો મહંતનુ અપહરણ કરી લઇ ગયા હતા. બુધવારે સાંજે ૫.૩૦ની આસપાસ મહંત તેમના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારે કારમાં આવેલા બે શખ્સ મહંતને ગાડીમાં બેસાડી ફ્રાર થઈ ગયા હતા. આ ઘટનાની પોલીસને જાણ કરાતા બોપલ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની ટીમો મહંતની શોધખોળમાં લાગી હતી.

ઉલ્લેખનીય છે કે, આશ્રમની અંદાજે ૫૦૦ કરોડની જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયાની આશંકાને લઈ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જો કે, ગણતરીની કલાકોમાં મહંત કૃપાચરણ ગોસ્વામી રાત્રે ૯.૩૦ વાગ્યે રિક્ષામાં બેસી ઘરે આવી ગયા હતા. તેમના કહેવા મુજબ આરોપીઓએ તેમનું અપહરણ કરી ફેટા પાડયા બાદ જવા દીધા હતા. આ અંગે મહંતની પૂછપરછ કરી વધુ વિગતો મેળવવાનો પોલીસ દ્વારા પ્રયાસ ચાલુ છે.

ઘુમા ગામમાં આવેલા કબીર આશ્રમના મહંત કૃપાચરણ ગોસ્વામીનું બુધવારે સાંજે બે શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. જો કે, ગણતરીની કલાકોમાં મહંતનો નાટકિય રીતે છૂટકારો થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર અપહરણકાંડની ઘટના પાછળ ખુદ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યુ છે. અપહરણકર્તાઓ અન્ય કોઇ નહીં પરંતુ પોલીસ જ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. પોલીસ જ મહંતને ઉઠાવી ગયા બાદ ઉહાપોહ થતાં મહંતની રિક્ષામાં રવાના કરી દિધા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

આશ્રમની અંદાજીત ૫૦૦ કરોડની જમીન પર કેટલાય શખ્સોનો છેલ્લા ઘણા સમયથી ડોળો છે. બીજી તરફ મહંત પોતે પણ જમીન વિવાદમાં ભારોભાર સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યુ છે. મહંતે આ જમીન પર અનેક લોકોને ચીઠ્ઠીઓ કરી આપી હોવાનુ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here