અવકાશી અભિયાનો માટે ૨૦૨૦નું વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું છે. કોરોનાકાળમાં દુનિયા જ્યાં ધરતી ઉપર કામગીરી થંભી ગઈ હતી ત્યાં અવકાસમાં બધું જ ધમધમી રહ્યું હતું. આ વર્ષે સ્પેસએક્સ દ્વારા ખાનગી અભિયાનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા તો બીજી તરફ અવકાશ યાત્રીઓએ અવકાશમાં મૂળાનો પાક ઉગાડીને લોકોને દંગ કરી દીધા હતા.

આ ક્રમમાં જોઈએ તો એલન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવેલા રોકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર (ISS) તરફ વધી રહેલા નાસાના બે અંતરિક્ષ યાત્રીઓને ફ્લોરિડાથી મે મહિનાની ૩૦મી તારીખે સફળતાપૂર્વક કક્ષામાં મોકલ્યા હતા. વ્યવસાયિક અંતરિક્ષ યાત્રાના ઇતિહાસમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. ફ્લોરિડાના કેનેડી અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ થયેલું આ મિશન એટલે પણ અગત્યનું હતું કારણ કે, લગભગ એક દાયકા પછી અમેરિકાની ધરતી પરથી માનવોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત  સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ગયેલા પોતાના ચાર અંતરિક્ષ યાત્રીઓને ધરતીથી ન્યૂ ઇયર ગીફ્ટ મોકલી છે. જે માટે કંપનીના કાર્ગો ડ્રેગન કેપ્સૂલ સ્પેક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર મહિનાના  બીજા સપ્તાહમાં કંપની દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પહેલો અવસર છે જ્યારે સ્પેસએક્સે કોઇ સ્પેસક્રાફ્ટ સાથે બે ડ્રેગન કેપ્સૂલ મોકલી હોય.

ત્યારબાદ ૧૫મી નવેમ્બરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા ચાર અંતરિક્ષ યાત્રીઓ સાથે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ રોકેટ રવાના કર્યુ હતું. સ્પેસએક્સની આ બીજી માનવસહિત ઉડાન હતી. ફાલ્કન રોકેટ-૩ કેનેડી સ્પેસ સેન્ટરથી રાતે ત્રણ અમેરિકન અને એક જાપાની સાથે સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા બીજા ચાલક દળની સાથે મોકલવામાં આવ્યું હતું. આ વર્ષની અનેક મુશ્કેલીઓના કારણે ચાલક દળ દ્વારા  એક રોકેટનું નામ ડ્રેગન કેપ્સૂલ રાખવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી મુશ્કેલી કોરોના વાઇરસને માનવામાં આવે છે. આ પછી સ્પેસએક્સના ફાલકન ૯ રોકેટ દ્વારા સ્પાઇ સેટેલાઇટને અંતરિક્ષમાં લઇ જવાયું હતું. જે યુએસ નેશનલ રિકોનિસન્સ ઓફિસ માટે કામ કરશે. આ લોન્ચ ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યંુ હતું. જોકે, લોન્ચ ત્રણ દિવસ પહેલા કરવામાં આવનાર હતું. પરંતુ કેટલીક મુશ્કેલીઓના કારણે તેને પહેલા બે દિવસ અને પછી ત્રણ દિવસ બાદ કરવામાં આવ્યું હતું. રોકેટ તેની સવારે ૬ કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું.

નવેમ્બરમાં બીજી આૃર્યજનક ઘટના બની હતી કે, અવકાશયાત્રીઓ દ્વારા ત્યાં મૂળા ઉગાડવામાં આવ્યા હતા. માત્ર ૨૭ દિવસમાં આ પાક તૈયાર થતો હોવાથી મૂળાની પસંદગી કરવામાં આવી હતી. ૨૦ જેટલા મૂળા ઊગ્યા હતા અને તેને કાપીને પેક કરવામાં આવ્યા છે. ૨૦૨૧માં આ મૂળાને ધરતી ઉપર પરત લાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here