સહકારી સત્તા મેળવવા માટે ભાજપને 22 વર્ષનો સમય લાગ્યો છે. 2018 સુધીમાં ભાજપે 75967 નાની-મોટી સહકારી સંસ્થાઓ પર યેન કેન પ્રકારે પ્રભુત્વ મેળવી લીધું છે. એના માટે જરૂર પડ્યે કોંગ્રેસમાંથી પણ સહકારી નેતાઓ આયાત કર્યા છે. સહકારી ક્ષેત્ર પર પ્રભુત્વ મેળવવા માટે રાજકીય દખલ કરીને સહકારમાં અસહકાર બનાવી દીધો છે. જે સહકારી સંસ્થા પર કોંગ્રેસના નેતાઓનું પ્રભુત્વ હતું તે તોડવા માટે ગંદુ રાજકારણ પણ રમવામાં આવતું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેનાથી સહકારી ક્ષેત્ર હવે સંપૂર્ણ પણે રાજકીય ક્ષેત્ર બની ગયું છે.

સહકારી ક્ષેત્ર બન્યુ રાજકીય ક્ષેત્ર !
વિપુલ ચૌધરીના પિતા માનસિંહ ભાઈ પટેલે 8 નવેમ્બર 1960ના રોજ મહેસાણાની દૂધ સાગર ડેરી સ્થાપી હતી. દૂધ ઉત્પાદકોના વચેટીયાઓને ડામવા આ ડેરીનો મુખ્ય હેતુ હતો. પ્રથમ દિવસથી રોજ 3300 લીટર દૂધ એકત્રિત કરવામાં આવતું. આજે આ ડેરીનું સુકાન વિપુલ ચૌધરીની સંલગ્ન પેનલના હાથમાં છે. પરંતુ ભાજપ દ્વારા આ ડેરી પર કબજો કરવા માટે વિપુલ ચૌધરીને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવવાના પ્રયાસો થઇ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે.
પશુપાલકોનું કહેવું છે કે, વિપુલ ચૌધરીએ ડેરીનું સુકાન સંભાળ્યા બાદ ઉત્તરોત્તર પ્રગતિ થઇ છે. દૂધ સાગર ડેરીને સંલગ્ન અલગ અલગ ડેરી નાના પાયે સ્થાપિત થઇ છે.જેમાં જે તે વિસ્તારમાંથી દૂધ એક્ત્રીકરણની વ્યવસ્થા ગોઠવાય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય બચે તે માટે, કડી, પાટણ, વિહાર, હારીજ સહિતના વિસ્તારમાં નાના યુનિટોનો વિકાસ થયેલો છે. દૂધસાગર ડેરી માત્ર મહેસાણા પૂરતી સીમિત નથી પણ દિલ્હીની માનેસર અને હરિયાણાની દારૂહેડા ખાતે પણ પ્લાન્ટને વિસ્તારાયા છે.પશુપાલકોના વિકાસ માટે પશુ આહારમાં પણ સૌથી મોટી કેટલફીડ દાણની ફેકટરી જગુદણ ખાતે સ્થાપિત કરાઇ છે.જેથી મહેસાણાની દૂધ સાગર ડેરીને આઈ.એસ.ઓથી પ્રમાણિત કરાઇ છે.

દૂધ સાગર ડેરીએ રિસર્ચ સંસ્થા અને બીજ કેન્દ્ર પણ પશુપાલકો માટે તૈયાર કરાવી છે. દૂધસાગર ડેરી સાથે હાલમાં 12,737 પરિવારો જોડાયેલા છે. રોજના 30 લાખ લીટર દૂધનું એકત્રિકરણ થાય છે. જે માટે દર 15 દિવસે કિલો ફેટના રૂપિયા ચુકવાઇ છે. આમ પશુપાલકો મહેસાણાની દૂધ સાગર ડેરીઓની સિદ્ધીઓ દર્શાવીને સાથે જ એવા આક્ષેપ કરી રહ્યા છે કે દૂધ સાગર ડેરીના આ વિકાસના કારણે જ વિપુલ ચૌધરી અને તેને સમર્થિત પેનલ વિરુધ્ધ મોટા પાયે અપપ્રચાર ચાલી રહ્યો છે. પણ દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા લોકોને દાવો છે કે તેઓ જાણે છે કે સહકારી ડેરી પર કબજો જમાવવા કાવાદાવાના ભાગરૂપે હાલમાં દૂધ સાગર ડેરીની ચૂંટણીને લઇને ગંદી રમત રમાઇ રહી છે.
દૂધસાગર ડેરીની સિદ્ધી
- માનસિંહ ભાઈ પટેલે ૮ નવેમ્બર ૧૯૬૦ના રોજ મહેસાણાની દૂધ સાગર ડેરી સ્થાપી
- પ્રથમ દિવસથી રોજ ૩૩૦૦ લીટર દૂધ એકત્રિત કરવામાં આવતું
- જેમાં જે તે વિસ્તારમાંથી દૂધ એકત્રીકરણની વ્યવસ્થા ગોઠવાય
- ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સમય બચે તે માટે
- કડી, પાટણ, વિહાર, હારીજ સહિતના વિસ્તારમાં નાના યુનિટોનો વિકાસ
- દિલ્હીની માનેસર અને હિરયાણાની દારૂહેડા ખાતે પણ પ્લાન્ટને વિસ્તારાયા
- સૌથી મોટી કેટલફીડ દાણની ફેકટરી જગુદણ ખાતે સ્થાપિત કરાઇ
- મહેસાણાની દૂધ સાગર ડેરીને આઈ.એસ.ઓથી પ્રમાણિત
- દૂધ સાગર ડેરીએ િરસર્ચ સંસ્થા અને બીજ કેન્દ્ર પણ પશુપાલકો માટે તૈયાર કરાવી
- ૧૨૭૩૭ પિરવારો જોડાયેલા છે
- રોજના ૩૦ લાખ લીટર દૂધનું એકત્રિકરણ થાય છે
- દર ૧૫ દિવસે કિલો ફેટના રૂપિયાની ચૂકવણી