અમેરિકનોને માત્ર 600 ડોલરની રાહતની રકમ અપુરતી હોઇ પ્રમુખ ટ્રમ્પે કોવિડ-19 રાહત બિલ પર સહી કરવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે માત્ર 600 ડોલર અમેરિકનો માટે ઓછા અને અપુરતા છે. તેમણે કોંગ્રેસને આ રકમમાં વધારો કરવા કહ્યું હતું.

મેં ક્યારે આટલી રકમની કલ્પના કરી ન હતી: ટ્રમ્પ

મંગળવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયોમાં તેમણે કહ્યું હતું કે આ બિલમાં વિદેશો માટે અઢળક પૈસાની જોગવાઇ કરી છે, પરંતુ અમેરિકનો માટે પૈસા ઓછા ફાળવ્યા હતા.’ થોડા મહિના પહેલા કોંગ્રસે નવા રાહત પેકેજ અંગે મંત્રણા શરૂ કરી હતી જે તાત્કાલિક ધોરણે અમેરિકનોને આપવાની હતી. એ હમેંશાને માટે હતી. છતાં તેઓ જે બિલ મને મોકલવા ઇચ્છે છે તે ખુબ ઓછો છે. મેં ક્યારે આટલી રકમની કલ્પના કરી ન હતી. આ તો અપમાન છે’ એમ તેમણે કહ્યું હતું.

અમેરિકનો માટે રાહત પેકેજ અપૂરતું

મંત્રણામાં નાણા મંત્રી સ્ટીવન મનુનિચે પણ ભાગ લીધો હતો.’ આ તમામ નકામા ખર્ચ છતાં માત્ર 900 ડોલરની રાહત સખત મહેનત કરતા અમેરિકનો માટે ખુબ ઓછું છે. નાના વેપારીઓ માટે પણ અત્યંત ઓછી રકમ ફાળવી છે, ખાસ તો રેસ્ટોરન્ટ માટે જેમણે ભારે નુકસાન વેઠયું હતું’એમ ટ્રમ્પે વિડીયોમાં કહ્યું હતું.

એપેડેમિક રીલીફ પેટે 900 અબજ ડોલરની જાહેરાત

‘હું કોંગ્રેસને આ બિલમાં સુધારો અને વધારો કરવા અપીલ કરૂં છું. 600 ડોલરને બદલે તેમણે 2000 ડોલરની જોગવાઇ કરવી જોઇએ. જો દંપત્તિ હોય તો 4000 ડોલર આપે’ એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસે સોમવારે કોરોનાના કારણે એપેડેમિક રીલીફ પેટે 900 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. આ રકમ વેપારીઓ, વ્યક્તિઓ અને નિરાશ્રીતો માટે હતી. ઉપરાંત વેક્સિનેશન માટે પણ આમાંથી જ રકમ લેવાની હતી.બિલને મંજૂરી માટે પ્રમુખ ટ્રમ્પને મોકલવામાં આવ્યો હતો.

નકામા અને બિન જરૂરી ખર્ચ પર ઘટાડો કરવા ટ્રમ્પ સૂચન

ટ્રમ્પે કહ્યું હતું કે હું કોંગ્રેસને તાત્કાલિક ધોરણે નકામા અને બિન જરૂરી ખર્ચ પર ઘટાડો કરવા અને ધારામાં નકામી કલમોને દૂર કરવા કહું છું. મને ફરીથી સુધારા-વધારા સાથેનું બિલ રજૂ કરે,અથવા તો આગામી વહીવટી તંત્રને કોવિડ-19 રાહત પેકેજ આપવું પડશે. એ વહીવટી તંત્ર મારૂં જ હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here