સી-પ્લેન (See-Plane)ને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)થી કેવડિયા (kevadia) સી-પ્લેન સુવિધા 28 ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. પરંતુ લોકમુખે ચર્ચાનો વિષય બનેલું જૂનું સી પ્લેનને લઈને એક ખુશખબર પણ મળી રહ્યા છે. આ વખતે માલદીવ (Maldive)થી જૂનું સી પ્લેન નહિ પણ બીજું સી-પ્લેન આવશે અને તે 27 ડિસેમ્બરે (27 December 2020) આવી શકે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સરદાર પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબર 2020ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર “સી-પ્લેન’ સેવાની શરૂઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી ઉડાન ભરીને તેઓ 45 મિનિટમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. 50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું આ સી- પ્લેન હતું, જેના કારણે રાજ્યભરમાં તેની ચર્ચાઓ અને ટીકાઓ થઈ હતી.

પરંતુ પીએમ મોદીએ સી પ્લેનની શરૂઆત કરાવ્યા બાદ એક મહિનો આ સુવિધા ચાલી અને પછી તેને મેઇન્ટેનસન્સ માટે સી-પ્લેનને મેન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું હતું. અસ્થાયી ધોરણે સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરીથી સી-પ્લેનને લઈને એક સમાચાર મળી રહ્યા છે. એક મહિનાથી બંધ કરાયેલ સી-પ્લેનની સેવા 28 ડિસેમ્બરે ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઈસ શટલ 28 ડિસેમ્બર, 2020થી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયાની સ્ટેચ્યુ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા ચાલુ કરશે તેવી શક્યતાઓ છે. ખાસ મહત્વની વાત એ છે કે 27 ડિસેમ્બરે સી-પ્લેન માલદીવથી ગુજરાત આવશે. તે સી-પ્લેન અગાઉ આવેલું જૂનું સી-પ્લેન નહિ પણ આ વખતે એના જેવું બીજુ સી પ્લેન આવી શકે છે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here