દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (Reliance Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) ના પુત્ર આકાશ (Akash) અને પત્ની શ્લોકા મહેતા (Shloka Mehta)એ પોતાના પુત્રનું નામ રાખી દીધું છે. અંબાણી પરિવારે (Ambani Family) પોતાના પરિવારના આ નવા સભ્યના નામની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આકાશ અને શ્લોકાએ પોતાના પુત્રનું નામ પૃથ્વી (Pruthvi) રાખ્યું છે.

આકાશ અંબાણી (Akash Ambani) ગત 10મી ડિસેમ્બરે પિતા બન્યા હતાં. આકાશના ઘરે અવતરતા અંબાણી પરિવારે પોતાના એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, ભગવાન કૃષ્ણની કૃપા અને આશિર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના મુંબઈ સ્થિત ઘરમાં પુત્રએ જન્મ લીધો છે.

પૃથ્વી નામ જ કેમ રાખ્યું? આ છે ખાસ કારણ

આકાશ અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. તેના પાછળ એક કારણ છે. મુકેશ એંબાણી જ્યારે પિતા બન્યા હતાં અને તેમને આ સમાચાર જ્યારે મળ્યા ત્યારે તેઓ વિમાનમાં સવાર હતાં. તેમને પોતાના પુત્રના જન્મની જાણ થઈ ત્યારે તો વિમાન એટલે કે આકાશમાં હતાં. માટે જ તેમણે પોતાના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું હતું.

હવે લોકો કંઈક આવુ જ કનેક્શન ફરી એકવાર જોડી રહ્યાં છે. દાદા મુકેશ અંબાણીને પોતાના પૌત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ જમીન પર જ હતાં. માટે આકાશ-શ્લોકા અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. જોકે આવી કોઈ જ વાત કે તેની પાછળના કારણણી અંબાણી પરિવાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

સત્તાવાર જાહેરાત

અંબાણી પરિવારે સુંદર મજાનું કાર્ડ જાહેર કરીને પૃથ્વી આકાશ અંબાણીના નામની જાહેરાત કરી હતી. કાર્ડમાં લખવામાં આવ્યું છે કે – ભાગવાન કૃષ્ણની કૃપા અને ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશિર્વાદથી આકાશ-શ્લોકા અંબાણીના દિકરાનો જન્મ થયો છે. આકાશ અને શ્લોકાના દિકરાનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. પૃથ્વીના જન્મ નિમિત્તે દાદા મુકેશ અંબાણી અને દાદી નીતા અંબાણીની સાથો સાથ નાના રસેલ મહેતા અને નાની મોના મહેતાને શુભેચ્છાઓ.

માર્ચ 219માં થયા હતા લગ્ન

આકાશ-શ્લોકાના લગ્ન માર્ચ 2019માં થયા હતાં. આ લગ્નમાં બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સ સહિત રાજનેતાઓ, બિઝનેસ જગતના ટોચના લોકો શામેલ થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here