૨૦૨૦ના વર્ષમાં જંગલોમાં ભીષણ આગના બનાવો આખા જગતમાં બનતા રહ્યા છે. ભીષણ દાવાનળોમાં લાખ્ખો કિલોમીટર જંગલો ભસ્મ થતાં રહ્યાં. તેમાંં લાખ્ખો વનવાસી પશુ-પંખીઓ અને જીવજંતુ નાશ પામ્યાં છે.

આ બધા જીવજંતુમાંથી ઘણાં બધા ખેતીનાં ફૂલને ફળાવવાનું કામ કરે છે. ઘણા બધા ખેતીને નુકસાન કરનાર જંતુઓનો નાશ કરવાનું કામ કરે છે. તેઓ નાશ પામ્યા છે તેથી આપણી ખેતી અને ઈકોસિસ્ટમને ફટકો પડશે એ તો દીવા જેવી વાત છે.

એ સિવાય હજારો કિલોમીટર દૂર સુધી ફરી વળતા ધુમાડાના ગોટેગોટા વિશ્વના તમામ દેશોમાં પહોંચશે અને નાગરિકોને ફેફસંાની માંદગી આપશે. જંગલો આપણી પૃથ્વીની ઓક્સિજન ફેક્ટરી હોય છે. એમાં બનેલો ઓક્સિજન આપણે બધા શ્વાસમાં લઈને સ્વસ્થ રહીએ છીએ. એનો નાશ થતાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થશે.

જંગલો નાશ પામતાં વાતાવરણ વધારે ગરમ બનશે અને વરસાદ ઓછા દિવસોમાં વધારે મુશળધાર પડતો થઈ જશે. એના કારણે આખા જગતમાં ખેતી બરબાદ થતી રહેશે. નાશ પામેલાં જંગલો ફરી વિકસવાની શક્યતાઓ ઓછી થતી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here