ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી (Team India Former Cricketer) અને ભાજપના સાંસદ (BJP MP) ગૌતમ ગંભીરે (Gautam Gambhir) એક અનોખી યોઅના શરૂ કરી છે. જેમાં તે ભોજનાલય ખોલશે. આ યોજનાને જન રસોઈ  ભોજનાલય (Jan Rasoi Bhojanalay) નામ આપવામાં આવ્યું છે. જેમાં માત્ર 1 જ રૂપિયામાં ભોજન મળી રહેશે.

ગૌતમ ગંભીરે જન રસોઈમાં પોતાના સંસદીય મત્ર ક્ષેત્ર પૂર્વ દિલ્હી (North Delhi)માં જરૂરિયાતમંદ લોકોને 1 રૂપિયામાં બપોરનું ભોજન આપવાની યોજના બનાવી છે.

આ અંગે જાણકારી આપતા ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, આજથી તેઓ પૂર્વ દિલ્હીના ગાંધીનગરમાં પહેલા ભોજનાલયની શરૂઆત કરશે. ત્યારબાદ ગણતંત્ર દિવસ પર અશોકનગરમાં પણ આ પ્રકારના ભોજનાલયની શરૂઆત કરવામાં આવશે.

ભાજપના સાંસદે ઉમેર્યું હતું કે, હંમેશાથી મારૂ માનવું છે કે, જાતિ, પંથ, ધર્મ અને નાણાંકીય સ્થિતિથી અલગ તમામને સ્વસ્થ અને સ્વચ્છ ભોજન કરવાનો અધિકાર છે. બેઘર અને નિરાધાર લોકોને દિવસમાં બે સમયની રોટલી પણ નસીબ થતી નથી એ જોઇને ભારે દુ:ખ થયા છે.

ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હીના 10 વિધાનસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછું એક જન રસોઈ ભોજનાલય ખોલવાની યોજના બનાવી છે. ગંભીરની ઓફિસ દ્વારા આપવામાં આવેઆ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશના સૌથી મોટા જથ્થાબંધ કાપડ બજારોમાંના એક ગાંધીનગરમાં ખોલવામાં આવનાર જન રસોઈને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવામાં આવશે, જે જરૂરીયાતમંદોને એક રૂપિયામાં ભોજન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here