સામાન્ય તાવ કે પછી કોરોનામાં આવતા તાવને રોકવામાં સૌથી વધુ વપરાતી પેરાસિટામોલ દવા મોંઘી થવા જઇ રહી છે. પેરાસિટામોલ ડ્રગ ધરાવતી ટેબલેટ માટેનુ રો મટિરીયલ મોંઘુ થયુ છે. પેરાસિટામોલ બનાવવાનું રો મટીરીયલ પહેલાં ચીનથી આવતું હતું. જો કે હવે ચીનનો બહિષ્કાર કરતા ભારતમાં જ રો મટિરીયલનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. કોરોના પહેલાં પેરાસિટામોલનું રો મટીરીયલ 180 રૂપિયાથી 200 રૂપિયે કિલો આવતું હતું. તો લોક ડાઉનમાં મે અને જૂન માસમાં 325 થી 350 રૂપિયા કિલો રો મટિરીયલ મળતુ હતું.
ચીનનો બહિષ્કાર કરતા ભારતમાં જ રો મટિરીયલનુ ઉત્પાદન

લોક ડાઉનમાં મે અને જૂન માસમાં 325 થી 350 રૂપિયા કિલો રો મટિરીયલ મળતુ
- પેરાસિટામોલનું રો મટીરીયલ મોંઘુ થયું
- પેરાસિટેમોલ થશે મોંઘી
- અગાઉ ચીનથી આવતું હતુ રો મટિરીયલ
- ચીનનો બહિષ્કાર કરાતા ભારતમાં બને છે હવે રો મટિરીયલ
- કોરોના પહેલા રો મટિરીયલનો ભાવ ૧૮૦થી ર૦૦ રૂ. પ્રતિકિલો હતો
- લોકડાઉનમાં મે-જૂનમાં પ્રતિ કિલો ૩રપથી ૩પ૦ના ભાવે મળતું હતું રો મટિરીયલ
- ડિસેમ્બરમાં રો મટિરીયલનો ભાવ ૪૮પથી પ૦૦ રૂ. પ્રતિ કિલોએ

અત્યારે ડિસેમ્બરમાં 485 થી 500 રૂપિયે કિલો રો મટીરીયલ મળી રહ્યુ છે. જેથી પેરાસિટામોલ જેવી અકસીર દવા મોંઘી થશે. અત્યારે ભારતમાં 4 મોટી કંપની પેરાસિટેમોલ માટે રો મટીરીયલ બનાવે છે. આત્મનિર્ભર ભારત સાથે સ્વદેશી કંપનીઓ દ્વારા પેરાસિટેમોલ દવાનુ રો મટીરીયલ તો બનાવ્યુ પરંતુ ભાવ વધારી દેતા દવા મોંઘી બનવા જઇ રહી છે.