રાજકોટ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થયો છે. સિંગતેલની ચાઇનામાં માગ, ટેકાના ભાવે સરકારની ખરીદી, કપાસના માલની ખપતને કારણે ભાવો વધી રહ્યા છે.કપાસિયાતેલનો ડબો ઓલ ટાઈમ હાઈ ગયો છે.

કપાસિયાનો ડબો ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. આજે 1790 પર પહોંચ્યો છે.સિંગતેલના ડબો 2330થી 2350એ પહોંચ્યો છે. એક સપ્તાહમાં સિંગતેલમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ અને સિંગદાણાની નિકાસમાં વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ સાત દિવસમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસમાં ગુલાબી ઈયળ અને કપાસના ઉત્પાદમાં ઘટાડાને લઈને માલનું આછું પિલાણ થતા તેલના ભાવમાં સતત વધારો.

વિદેશી આયાતી પામોલિન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. આયાતી તેલના ભાવમાં વધારો પામોલીન 50થી 60 રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો. જેના કારણે પણ અન્ય તેલ મોંઘા થઈ રહ્યા છે. રાજકોટના વેપારીઓનું કહેવું છે કે, ગયા વર્ષે ચાઇનામાં 54 હજાર ટન સિંગતેલની નિકાસ હતી આ વર્ષે 1 લાખ 25 હજાર ટન ચાઇનામાં સિંગતેલની નિકાસ થઈ છે.

હાલમાં સીંગતેલની મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે. તો બીજી બાજુ કપાસમાં ગુલાબી ઈયળ અને સૌરાષ્ટ્રમાં કપાસ વીણવા માટે મજૂરો ન મળતા કપાસના પીલાણ માટે ઓછો આવે છે જેના કારણે કપાસિયા તેલનો ડબો ઓલ ટાઈમ હાઈ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here