હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાનામાં ખેડૂતોએ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના આગમન પહેલા બનાવવામાં આવેલ હેલિપેડ તીકમ પાવડા વડે ખોદી કાઢ્યું છે. એટલું જ નહિ ખેડૂતોએ દુષ્યંત ચૌટાલા ગો બેકના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વાસ્તવમાં, દુષ્યંત ચૌટાલાનું હેલીકૉપટર આજે આ હેલીપેટ પર લેન્ડ કરવાનું હતું.

દુષ્યંત ચૌટાલા ગો બેકના લાગ્યા નારા
ખેડૂતોના વિરોધને જોતા દુષ્યંત ચૌટાલાએ પોતાની મુલાકાત રદ્દ કરી નાખી છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી દુષ્યંત ચૌટાલા ખેડૂતોનું સમર્થન નહિ કરે ત્યાં સુધી આ વિસ્તારમાં તેમને પ્રવેશ કરવા નહિ દેવામાં આવે. ખેડુતોનુ કહેવું છે કે ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા રાજીનામુ આપીં ખેડૂતોની વચ્ચે આવે. તેમને કહ્યું છે કે જે કોઈ નેતા અહીં આવશે તેમનો આ રીતે જ વિરોધ કરવામાં આવશે.

હરિયાણા મુખ્યમંત્રીનો કાળા ઝંડા બતાવી વિરોધ
તો ખેડૂતોએ એક દિવસ પહેલા કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાફલાને રોકી કાલા ઝંડા બતાવ્યા હતા અને લાકડીઓ પણ ચલાવી હતી. આ મામલે હરિયાણા પોલીસે 13 ખેડૂતો વિરુદ્ધ હત્યા અને તોફાનોના પ્રયાસ કરવા સંદર્ભનો કેસ દાખલ કર્યો છે.
ખેડૂતો વિરુદ્ધ અંબાલામાં જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં મંગળવારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના એક સમૂહે મુખ્યમંત્રી ખટ્ટરને તે સમયે કાળા ઝંડા બત્વ્ય જયારે તેનો કાફલો અંબાલા શહેર પાસેથી પસાર થઇ રહ્યો હતો. ખટ્ટર આગામી નિગમ ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાને સંબોધિત કરવા માટે જઈ રહ્યા હતા.
તેજ સમય અગસેન ચૌક ખાતે ખેડૂતોએ મુખ્યમંત્રીના કાફલાને જોઈ કાળા ઝંડા ફરકાવ્યા હતા. તેમણે સરકારના વિરોધમાં નારેબાજી પણ કરી હતી. પોલીસે બુધવારે કહ્યું હતું કે કેટલાંક ખેડૂતો કાફલા તરફ વધવા પ્રયાસ કરી રહ્યા હતા અને થોડા સમય માટે રસ્તો પણ રોકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમાંના કેટલાંક પ્રદર્શનકારીઓએ કાફલાના કેટલાંક વાહનો પર લાકડીઓથી હુમલો પણ કર્યો હતો.