ઈથોપિયાના તિગરાય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધારે લોકોની હત્યા કરી નાખી છે. મેતેકેલ જોનના પશ્ચિમી બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહારની જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યુ છે કે, દેશના પશ્ચિમી ભાગમાં બુધવારે થયેલી આ સામૂહિક નસ્લીય હિંસામાં 100થી વધારે લોકોની હત્યા કરી દેવામાં આવી છે.

બુધવારે બપોરે બંદૂકધારીઓ બુલે કાઉંટીના બેકોઝી ગામ પર હુમલો કરી દીધો હતો અને લોકો પર ઉપરાઉપરી ગોળીઓ વરસાવાનું ચાલુ કરી દીધુ હતું. કેટલાય લોકોએ ગામથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.અહીં અલગ અલગ જાતિના લોકો રહે છે. જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે લોકો પોતાના ઘરોમાં સુઈ રહ્યા હતા.
માનવાધિકાર આયોગના જણાવ્યા અનુસાર શંકા છે કે, હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 200 સુધી હોઈ શકે છે. ગુમુઝ સમુદાયના લોકોએ અમહારા, ઓરોમો અને શિનાસા જાતિના લોકો પર હુમલો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા બીજા નંબરના દેશમાં વિતેલા બે વર્ષમાં નસ્લીય હિંસા ખૂબ વધી રહી છે. ઈથોપિયાના ઉત્તરી તિગરય વિસ્તારમાં સેના વિદ્રોહિયો સામે લડી રહી છે. આ સંઘર્ષના કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે.