• લંડનમાં રહેતા મામા સમજી યુવકે વાતો કરી, રૂપિયાની જરૂર હોવાનું કહેતા યુવકે 2.50 લાખ RTGS કર્યા
  • ઓનલાઇન ફ્રોડ થયાનું બહાર આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

લોકોને મૂર્ખ બનાવી અને તેમની સાથે છેતરપિંડી કરવા ગુનેગાર અવનવી તરકીબ અપનાવી રહ્યા છે. અમદાવાદમાં બાપુનગરમાં એક વેપારીને ગઠિયાએ વોટ્સએપ મારફતે તેમના સંબંધી બન્યા અને બાદમાં એક મિત્ર મિત્ર અમદાવાદ આવ્યો છે અને તેને રૂપિયાની જરૂર હોવાનું કહ્યું હતું. 2.50 લાખ રૂપિયા RTGS(રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) કરવાનું કહેતા વેપારીએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં હતાં. બાદમાં ઓનલાઇન ફ્રોડ થયા હોવાનું સામે આવતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ ડીપીમાં વેપારીના મામાની ફેમિલીનો ફોટો મૂક્યો
શહેરનાં બાપુનગર ઇન્ડિયા કોલોનીમાં રહેતા અને સિલાઈ કામ કરતા દિપકભાઈ પટેલને કેટલાક દિવસ અગાઉ તેમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. વોટ્સએપના ડિપીમાં તેમના મામાની ફેમિલીનો ફોટો હતો. જેથી દિપકભાઈ લંડનમાં રહેતા તેમના મામા સમજીને વાત કરતા હતાં. સામેવાળી વ્યક્તિએ મારા એક મિત્ર ડેનમાર્કમાં રહે છે જે હાલમાં ભારત આવ્યા છે. તેમને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરશો અને ફરિયાદીને રાકેશ શર્મા નામના વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. જોકે ,રાકેશે પોતાના બેંક એકાઉન્ટની જે વિગતો આપી હતી તે બેંકમાં રૂપિયા ભરવા જતા બેંક બંધ હોવાથી ફરિયાદીએ રાકેશ પાસે બીજા બેંક એકાઉન્ટની વિગત માંગી હતી. જેમાં સામે વાળી વ્યક્તિએ તેને વિકાસ દુબે જેનું બેંક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં હોવાથી તેની વિગતો આપી હતી.

અઢી લાખ ટ્રાન્સફર થતાં જ મેસેજ કરવાના બંધ કર્યા
દિપકભાઈએ પોતાના બેંક એકાઉન્ટમાંથી આ એકાઉન્ટમાં રૂપિયા 2.50 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં તે વ્યક્તિએ મેસેજ કરવાનુ બંધ કરી દીધું હતું. દીપકભાઈએ તેના મામાને ફોન કરી તેમના મિત્ર કે જે ડેનમાર્કથી આવ્યા હતા તેમને રૂપિયાની મદદ કરી હોવાની જાણ કરતા હકીકત સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કોઈ ગઠિયા એ ફરિયાદીના મામા બનીને તેની સાથે છેતરપિંડી કરી હતી. ફ્રોડ થયું હોવાનું જણાતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here