કોરોના સામેના રસીકરણ અભિયાન માટે દિલ્હીની કેજરીવાલ સરકારે કમર કસી છે. દિલ્હી સરકારની તૈયારીઓ અંગે માહિતી આપતા રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે તેમની સરકાર શરૂઆતી તબક્કામાં રાજ્યમાં રસીની પ્રાથમિકતા ધરાવતા 51 લાખ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે. કેજરીવાલે કહ્યું કે અમે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ સહિત 51 લાખ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમને પહેલા તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે.

કોરોના

તેમણે ગુરુવારે કહ્યું કે સરકારે પણ વેક્સિનને રિસીવ કરવા, સ્ટોર કરવા અને પ્રયોરોટી કેટેગરીના લોકોને વેક્સિનેશન માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં પ્રથમ તબક્કામાં વેક્સિનેશન માટે એક કરોડ બે લાખ વેક્સિનની જરૂર રહેશે, કેમ કે વેક્સિનના બે ડોઝ આપવા પડશે. જો કે અમારી પાસે 74 લાખ ડોઝને સ્ટોર કરવાની વ્યવસ્થા છે, જેને અમે આગામી એક સપ્તાહમાં વધારીને 1.15 કરોડ કરવા જઇ રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here