દિલ્હીમાં સળંગ એક અઠવાડિયામાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે નાંગલોઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિકલના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર આ બહુકમપની તીવ્રતા 2.3 નોંધવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર સવારે 5 વાગીને 2 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હાલ કોઈ જાનમાલના નુકશાનની જાણકારી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બરના રોજ દિલ્હી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. જોકે ભૂકંપ સમયે પણ કોઈ જાનમાલના નુકશાન સામે આવ્યું ન હતું.
તે પહેલા 2 ડિસેમ્બરના રોજ પણ દિલ્હી એનીઆર સહીત વિસ્તારમાં ભૂકંપના આંકાકા નુભવ્યા હતા. યારે, 2.7ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી. તે સમયે ગાઝિયાબાદમાં ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆર સહીત વિસ્તારમાં એપ્રિલ બાદ સતત 15 થી વધુ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.