ખેતી – ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકારને મનઘડત નિર્ણય નહી લેવા દઇએ અને ખેડૂતોને તેમનો હક મળે તે માટે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ સરકાર સામે બાંયો ખેચી છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ છે. શંકરસિંહ વાઘેલાએ એવી જાહેરાત કરી છે કે, 26મી ડિસેમ્બરે ગાંધીઆશ્રમથી ખેડૂત અધિકાર યાત્રાનો પ્રારંભ થશે.

શંકરસિંહ વાઘેલાએ કર્યા આ આક્ષેપ

શંકરસિંહ

આ ખેડૂત અધિકાર યાત્રા દિલ્હી રાજઘાટ પહોંચશે. જયાં તેઓ અચોક્કસ મુદત સુધી ઉપવાસ પર ઉતરશે. વાઘેલાએ એવો પણ આક્ષેપ કર્યો કે, લોકસભા-રાજ્યસભામાં માત્ર વોઇસવોટથી કૃષિ બિલ પાસ કરાયુ છે અને માત્ર રાષ્ટ્રપતિની સહીથી કાયદાનું સ્વરૂપ અપાયુ છે. મોદી સરકાર આજે અદાણી-અંબાણીના દબાણમાં આવી છે. સરકારની દાનત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાનો છે.ભલે પછી ખેડૂતો લૂંટાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here