આધુનિક જમાનામાં માણસ હવે ટેકનોલોજી સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે માણસ હાલ સુવિધા સાથે ટેવાઈ ગયો છે. કોઈપણ ક્ષેત્રે હવે ઈ-વર્લ્ડ જોડાયું છે. ત્યારે આ આધુનિક સુવિધામાં પણ લોકો છેતરપીંડી કરવાનું વિચારતા નથી. ઉલ્લેખનીય છે કે નેટ બેન્કીંગના જમાનામાં ઈ-ચિટર્સ નવા નવા પેંતરા શોધી કાઢે છે. લોકો કોરોનાથી ગભરાયેલા છે અને વેક્સિનેશન થાય એની રાહ જોઈ રહ્યાં છે. આવા તબક્કે રસીકરણ રજીસ્ટ્રેશનના નામે ફોન કરીને આધાર કાર્ડ નંબર મેળવીને ઈ-ચિટિંગ થઈ શકે છે તેની સામે સતર્ક રહેવા અપીલ કરાઈ છે. કોરોના સામે વેક્સિનેશન કરવા માટે ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને નામ નોંધણી કરવામાં આવી રહી છે. હવે, કોરોના વેક્સિન કરવા માટે નામ નોંધણી કરાવવા માટે ફોન આવવાના શરૂ થયાં છે. કોરોના વેક્સિનેશન માટે નામ નોંધણી કરવાનું કહીને આધાર કાર્ડ નંબર માગવામાં આવે છે.

કોરોના સામે વેક્સિનેશન કરવા માટે ડોર ટુ ડોર કોન્ટેક્ટ કરીને નામ નોંધણી કરવામાં આવી રહી છે
આધાર કાર્ડનો નંબર આપો એટલે થોડી જ વારમાં તમારા મોબાઈલ ફોન પર આવેલો ઓટીપી માગવામાં આવે છે. ઓટીપી જણાવો એટલે તમારૂં રજીસ્ટ્રેશન થઈ જશે તેમ કહેવાય છે. પરંતુ, ઓટીપી નંબર આપો એટલે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવામાં આવે તેવું બની શકે છે.
ઈ-ચિટર્સ આ પ્રકારે ઓટીપી નંબર મેળવી લઈને ચિટિંગ કરતાં આવ્યાં છે
ઈ-ચિટર્સ આ પ્રકારે ઓટીપી નંબર મેળવી લઈને ચિટિંગ કરતાં આવ્યાં છે. સાયબર ક્રાઈમના સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધી તો કોરોના વેક્સિનેશન રજીસ્ટ્રેશનના નામે ચિટિંગ થયાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો નથી. પરંતુ, આ પ્રકારે ઈ-ચિટિંગ થઈ શકે છે. કોરોના વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કીંગ, આધાર કાર્ડ કે અન્ય વિગતો ન આપો તે હિતાવહ છે.