પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે કેરળની એક કોર્ટમાં કહ્યું કે, તેની તપાસમાં જણાયું છે કે કેરળ સ્થિત સંસ્થા પીએફઆઈએ અત્યાર સુધીમાં તેના બેન્ક ખાતામાં રૂ. 100 કરોડથી વધુનું ભંડોળ મેળવ્યું છે. પીએફઆઈના વિદ્યાર્થી એકમના નેતા કે. એ. રઉફ શરિફની કસ્ટડી લંબાવવાની માગણી કરતાં ઈડીએ કહ્યું કે, મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં પકડાયેલા રઉફ શરિફે મની લોન્ડરિંગ કેસ માટે વિશેષ અદાલતમાં જુબાની આપી હતી.

ઈડી

ઈડીની અરજીને ધ્યાનમાં લઈને કોર્ટે શરિફની અટકાયત વધુ ત્રણ દિવસ લંબાવી દીધી હતી. તેના સોગંદનામામાં ઈડીએ જણાવ્યું હતું કે, આ ભંડોળના સ્રોત અને તેના વિતરણ અંગે હજી તપાસ ચાલુ છે. પીએફઆઈ સામે ડિરેક્ટોરેટ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અત્યાર સુધીમાં પીએફઆઈના બેન્ક ખાતાઓમાં રૂ. ૧૦૦ કરોડથી વધુની રકમ જમા થઈ છે અને આ ભંડોળનો મોટો ભાગ રોકડ સ્વરૂપે જમા થયો છે તેમ ઈડીએ જણાવ્યું હતું.

ઈડીએ દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૧૩થી પીએફઆઈ વિવિધ ગૂનાઓ અને નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલી છે અને વર્ષ ૨૦૧૪ પછી તેના ખાતામાં રોકડમાં ભંડોળ જમા થવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તપાસમાં જણાયું છે કે ડિસેમ્બર ૨૦૧૯થી ફેબુ્રઆરી ૨૦૨૦ના સમય દરમિયાન સીએએ વિરોધી દેખાવોમાં પીએફઆઈ સંડોવાયેલ હતી અને તેના ખાતામાં જમા થયેલા ભંડોળનો આ દેખાવો માટે ઉપયોગ થયો હોઈ શકે છે.

ઈડીએ નોંધ્યું હતું કે આ વર્ષે ફેબુ્રઆરીમાં દિલ્હી રમખાણોમાં પીએફઆઈ સભ્યોની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. એવા પણ કેટલાક પુરાવા મળ્યા છે કે બેંગ્લોર શહેરમાં તાજેતરમાં થયેલી હિંસામાં પણ પીએફઆઈની સંડોવણી હતી. ભૂતકાળમાં પીએફઆઈ સામે વિવિધ કેસ થયા છે, જેમાં પીએફઆઈના સભ્યોએ ગંભીર ગૂનાઓમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી હતી.

સમગ્ર ભારતમાં પીએફઆઈની ઓફિસો અને તેના કર્મચારીઓના ઘરોમાં દરોડા પાડનાર ઈડીએ જણાવ્યું હતું કે, આ દરોડાઓ દરમિયાન વિવિધ ગૂનાઈત દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઈસીસ જપ્ત કરવામાં આવી હતી.

ઈડીએ દાવો કર્યો હતો કે, પીએફઆઈએ વિદેશમાંથી જંગી ભંડોળ જમા કર્યું છે. રઉફ શરિફની અટકાયતની માગણી કરતાં ઈડીએ જણાવ્યું હતું કે, પીએફઆઈ અને સીએફઆઈ જેવી તેની સહયોગી સંસ્થાઓ સતત મની લોન્ડરિંગમાં સંડોવાયેલ હોવાના અને આ ભંડોળનો ભારતમાં ગૂનાઈત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પર્યાપ્ત પૂરાવા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here