દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર તો યથાવત છે, ત્યારે બીજી તરફ યુકેમાં ઘાતક મહામારીના નવા સ્વરૂપને લઈને તંત્ર ચિંતત છે. ઉલ્લેખનીય છે કે આવોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેરી વિન્ફેરેડ નામની એક એન્ગો ઇન્ડિયન મહિલા 21 ડિસેમ્બરે દિલ્હી આવી હતી. એ કોરોના સંક્રમિત જણાતા આઇસોલેશન વોર્ડમાં તેને રાખવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ અંધારામાં રાખી એ ટ્રેન મારફતે આંધ્ર પ્રદેશ પહોંચી ગઇ હતી. જો કે તેને શોધી કાઢવામાં આવી હતી અને હવે તેને રાજમુંદરીમાં આઇસોલેશ કરાઇ હતી.

આઇસોલેશન વોર્ડમાં તેને રાખવામાં આવી હતી. પરંતુ સત્તાવાળાઓએ અંધારામાં રાખી એ ટ્રેન મારફતે આંધ્ર પ્રદેશ પહોંચી ગઇ
આ મહિલા રાજામહેન્દ્રમમાં એક હોસ્પિટલમાં પુત્રની સાથે દાખલ થઇ હતી. મહિલાના સ્વૈબની તપાસ માટે તેને પુણેની નેશનલ ઇન્સટીટયુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યો હતો કે જેથી જાણ થાય કે કોવિડ-19નો નવો સ્ટ્રોન લઇને આવી છે કે કેમ? ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોના વાઇરસમાં સ્ટ્રોન મળતા સરકાર દોડતી થઇ ગઇ હતી. પરિણામે લંડનથી ભારત આવતી ફલાઇટ રદ કરવામાં આવી હતી. બ્રિટનમાં સ્ટ્રોનની જાણ થતાં સરકાર ચિંતિત થઇ હતી.
બ્રિટનમાં સ્ટ્રોનની જાણ થતાં સરકાર ચિંતિત થઇ
મહિલાના ક્વારન્ટાઇન સેન્ટરમાંથી ભાગી જવાના સમાચારથી દિલ્હીમાં દોડાદોડી થઇ ગઇ હતી. સ્વાસ્થ્ય વિભાગના અિધકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આંઘ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીના અિધકારીઓને આ અંગે સુચના આપીને મહિલા રાજામુંદ્રીના રામકૃષ્ણ નગરની હોવાની જાણ કરાઇ હતી.
મહિલાના પુત્રને પણ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો
ત્યાર પછી રેલવે પોલીસે એની તપાસ કરવા બુધવારે મહિલા જે ફર્સ્ટ કલાસ કોચમાં આંઘ્ર ગઇ હતી તેમાં જ રાજામુંદ્રી ગઇ હતી. મહિલાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે એને માત્ર હોમ ક્વોરન્ટાઇન રહેવાની સુચના આપવામાં આવતા તે આંઘ્ર પ્રદેશ આવી ગઇ હતી. મહિલાના પુત્રને પણ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો હતો.