દક્ષિણ ભારતના ચાર રજ્યોમાં ફેલાયેલી માયાજાળમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ કેસના સબંધમાં રૂપિયા 4109 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

ગોલ્ડ

અગાઉ ઇડીએ રૂપિયા 6380 કરોડનું કૌભાંડ પકડી પાડયું હતું જે વેંકટ રામારાવ નામના એક ભેજાબાજે પોતાના સાત ભાઇઓની મદદથી આચર્યું હતું.ઇડીએ આંઘ્ર પ્રદેશ,કર્માટક, તામીલનાડુ અને તેંલંગાણામાં દરોડ પાડયા હતા.ઇડીએ એગ્રી ગોલ્ડ ગુ્રપ ઓફ કંપનીઝના ત્રણ ડિરેકટરોની ધરપકડ કરી હતી.

‘જપ્ત કરેલી સંપત્તિમાં 2809  મિલકતો,આંઘ્ર પ્રદેશમાં  48 એકરમાં પથરાયેલા અરકા લેઝર એન્ડ એન્ટરટેઇન્ટમેન્ટ  પ્રા. લિ.ના નામે  હાઇલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને વિવિધ કંપનીઓના શેર, પ્લાન્ટ અને મશીનરીનો સમાવેશ થતો હતો’એમ ઇડીએ એક નિવેદનમાં કહ્યું હતું.

અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જે મિલકતો જપ્ત કરી હતી તે આંઘ્ર પ્રદેશ,કર્ણાટક,ઓડિશા, તામીલનાડૂ અને તેલંગાણામાં હતી. વિવિધ રાજ્યોના 32 લાખ રોકાણકારો પાસેથી રૂપિયા 6380 કરોડ ઉઘરાવીને તેમને પરત નહીં કરતાં અનેક એફઆઇઆરના પગલેં ઇડીએ કાર્યવાહી શરૂ કરી હતી.

અગ્રી ગોલ્ડ ગુ્રપ ઓફ કંપનીઝના પ્રમોટરોમાં  અને મુખ્ય આરોપીઓમાં અવ્વા વેંકટ રામારાવ, અવ્વા વેંકટ એસ સત્યનારાયણ રાવ અને  અવ્વા હેમા સુંદરા વારા પ્રસાદનો સમાવેશ થતો હતો. પકડાયેલાઓને હૈદરાબાદની એક કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here