પૂર્વી લદ્દાખમાં સરહદ ઉપર ચીન સાથે તણાવ શરુ છે. ત્યારે ભારતીય રેલવેએ ચીનને મોટો ઝટકો આપ્યો છે. રેલવેએ વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટ બનાવવા માટે લગભગ 1800 કરોડ રુપિયાના પ્રોજેક્ટમાં ચીનની કંપનીના ટેન્ડરને અયોગ્ય ઘોષિત કરશે. ઇંટિગ્રલ કોચ ફેક્ટરીએ વન્દે ભારત માટે 44 ટ્રેન સેટ બનાવવા માટે ટેન્ડર જાહેર કર્યુ હતું.

ટેન્ડરમાં ચીની કંપની સીઆરઆરસીએ ભારતની પાયનિયર ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને બોલી લગાવી હતી. ચીની કંપનીને બહાર કર્યા બાદ હવે માચ્ર બે કંપનીઓ જ રેસમાં બટી છે. આ બે કંપનીમાં ભેલ અને મેઘા લર્વો ડ્રાઇવ્સનો સમાવેશ થાય છે. મેઘાને તો પહેલા પમ બે એસી ટ્રેન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળી ચુક્યો છે.

રેલવે

ચીની કંપની આ પહેલા પણ રેલવેનો કોન્ટ્રેક્ટ મેળવવાનો પ્રયાસ કરી ચુકી છે. વન્દે ભારત માટે 44 ટ્રેન સેટ બનાવવા માટે ગયા વર્ષે પણ રેલવેએ ટેન્ડર જોહેર કર્યુ હતું. પરંતુ તે સમયે ચીની કંપનીઓ નિયમો પ્રમાણે પોતોને ઢાળીને એક નવી કંપની બનાવીને ટેન્ડર ભર્યુ હતું. જેના કારણે રેલવેએ તે ટેન્ડરને જ કેન્સલ કરી નાંખ્યું હતું. ત્યારબાદ વર્ષે પણ ચીની કંપનીને આ ટેન્ડરમાંથી દૂર કરી દીધી છે.

રેલવેના આ ટેન્ડર માટે માત્ર ત્રણ અરજીઓ આવી હતી. જેમાં એક બોલી ભારત અને ચીનની કંપનીએ સાથે મળીને લગાવી હતી. આ કંપનીને ભારતીય રેલવેએ બહારનો રસ્તો બતાવી દીધો છે. લગભગ 1800 કરોડ રુપિયાના વન્દે ભારત ટ્રેન સેટ પ્રોજેક્ટમાં જે કંપનીને ટેન્ડર મળશે તે 44 ટએસી ટ્રેન બનાવીને રેલવેને સોંપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here