હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ માગશર શુક્લ અગિયારસના દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. વર્ષ 2020માં માગશર શુક્લ અગિયારસ 25 ડિસેમ્બર એટલે કે આજે છે. ગીતાની ઉત્પતિના આ દિવસને ગીતા જ્યંતી તરીકે મનાવવામાં આવે છે. ગીતા જ્યંતીના ( Gita Jayanti )દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે અને દેશભરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં (Shreemad Bhagvad Geeta) કુલ 18 અધ્યાય છે, જેમાં 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાય ભક્તિયોગ પર આધારિત છે. આ ગીતાના અધ્યાયોથી જ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો હતો.

આજના દિવસે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી પણ છે. આ દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના મુખથી ગીતા જ્ઞાન પ્રગટ થયુ હતુ. દરેક અવતારોની જયંતી ઊજવાય પણ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવાય છે.

ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઇશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવીરીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલાં ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે.

ગીતાજીમાં (Shreemad Bhagvad Geeta) કોઇ એવો વિષય બાકી નથી દરેક વિષયો જ્ઞાન ભક્તિ અને કર્મ સાધકને જરૂરૂ તમામ વિષયો પર ચર્ચા કરી છે. સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તે તો તેને આધાર મળી જાય છે. ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. સમાજમાં અંધશ્રદ્ધાઓ ને મુક્ત બનીને સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. માણસને કશું નહિ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે.

નિરાશા હિંમત બની જાય છે. મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે.

આજે મોક્ષદા એકાદશી

માગશર સુદ અગિયારસનો મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એકાદશીના દિવસે નકોરડો ઉપવાસ કરવામાં આવે તો તેનું ફળ નર્કમાં ગયેલી વ્યક્તિને અર્પણ કરવામાં આવે તો તેનો મોક્ષ થાય છે. એકાદશીનું વિશેષ મહાત્મ્ય બ્રહ્માંડપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here