સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક અવનવી જાણકારીઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલાં જ ગુજરાતમાં આવેલ ગોંડલ શહેરમાં ખાનગી ક્લાસિઝમાં અભ્યાસ કરી રહેલ માત્ર 12 વર્ષનાં સૌમ્ય નિરવભાઈ મકવાણાએ ફક્ત 1 મિનિટમાં કુલ 89 ભાગાકાર ગણીને ‘વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા’માં પોતાનું સ્થાન પ્રાપ્ત કરીને અદભુત રેકોર્ડ બનાવી નાંખ્યો છે.

આવી જ અન્ય એક જાણકારીને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના એક વિદ્યાર્થીએ માત્ર 1 મિનિટમાં કુલ 2,357 બિટ્સ પ્લે કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ડ્રમ પર માત્ર 1 મિનિટમાં કુલ 2,357 બિટ્સ પ્લે કરીને અમદાવાદ શહેરના વિદ્યાર્થીએ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે.

અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી કર્મન સોની છેલ્લા 5 વર્ષથી ડ્રમ વગાડી રહ્યો છે. કર્મન સોની ડ્રમની ઉપરાંત કિબોર્ડ પણ સારી રીતે વગાડે છે. તે ધોરણ 8માં અભ્યાસ કરીને હાલમાં પણ તે દરરોજ કુલ 4 કલાક જેટલો સમય ડ્રમ વગાડવામાં પસાર કરે છે.

કર્મન સોનીના પિતા કંદર્પ સોનીના જણાવ્યા પ્રમાણે કર્મન દરરોજ કુલ 4 કલાક ડ્રમ વગાડે છે. શરૂઆતમાં 5 વર્ષ પહેલાં તેને આ શોખ થયો ત્યારે અમને થયું હતું કે, તે ડ્રમ વગાડીને શું કરશે પરંતુ આજે ખરેખર એવું લાગે છે કે, બાળકને શોખ મુજબ આગળ વધારવું જોઇએ.

કર્મન સોનીના ટિચરના જણાવ્યા પ્રમાણે કોઇપણ સોંગ સાંભળે એટલે તરત જ તેને ડ્રમ ઉપર પ્લે કરી શકે છે. હું તેને શીખવાડું ત્યારે તે જાણે તેમાં ખોવાઈ જાય છે તેમજ તેના ઇન્વોલ્વમેન્ટે જ તેને આ સિદ્વિ અપાવી છે. જે તમામ લોકોની માટે ખુબ ગૌરવની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here